વડોદરામાં ઝડપી કાર ચાલકે બાઈક સવાર મામા-ભાણેજને ઉડાડયા… મામાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત…

Published on: 12:55 pm, Wed, 3 January 24

વડોદરામાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર ચાલકે બાઈક પર સવાર મામા-ભાણેજને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતની ઘટનામાં મામાનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ભાણેજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને આસપાસના લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, પાદરા તાલુકાના રણુ ગામમાં રેલ્વે સ્ટેશન પાસે 27 વર્ષના દશરથભાઈ વિજયભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. મંગળવારના રોજ દશરથભાઈ પોતાની બાઈક પર પોતાના 20 વર્ષના ભત્રીજા સાથે બહારગામ જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં એક ઝડપી કારે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર દશરથભાઈ અને તેમનો ભાણેજ બંને ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. ઘટના બની આબાદ કાર ચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી તો આ ઘટનાની જાણ 108 ની ટીમને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમે દશરથભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ભાણેજને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાગળિયા કર્યા અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. દશરથભાઈના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "વડોદરામાં ઝડપી કાર ચાલકે બાઈક સવાર મામા-ભાણેજને ઉડાડયા… મામાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત…"

Leave a comment

Your email address will not be published.


*