વડોદરામાં કાર બેકાબુ થતી ડિવાઇડર કૂદીને બાઈક સવાર પરિવાર સાથે અથડાય, પરિવારના 9 વર્ષના દીકરાનું મૃત્યુ…

Published on: 11:20 am, Tue, 14 June 22

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે થોડાક દિવસ પહેલા વડોદરાના વાઘોડિયની ધીરજ હોસ્પિટલ પાસે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં એક 9 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક પરિવાર ત્રણ વર્ષના દીકરાના પગની સારવાર માટે બાઈક પર સવાર થઈને વાઘોડિયા ગયું હતું.

ત્યારે રસ્તામાં તેમની બાઇકને એક કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં પરિવારના 9 વર્ષનો દીકરો ઈજાગ્રસ્ત થયો હતો. તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. દીકરાનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

મળતી માહિતી અનુસાર સુભાનપુરા વિસ્તાર ખાતે રહેતા નરેન્દ્રભાઈ કાંતિલાલ વસાવા છૂટક નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન છે. તેમના બે બાળકો છે. જેમાં એકનું નામ પારસ (ઉંમર 9 વર્ષ) અને બીજાનું નામ વંશ (ઉંમર 3 વર્ષ) છે. નાના દીકરા વંશને પગે ચાલવાની તકલીફ છે. તેની સારવાર માટે શુક્રવારના રોજ નરેન્દ્ર ભાઈ પોતાની પત્ની અને બંને બાળકો સાથે બાઈક પર વાઘોડિયા ગયા હતા.

મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ વાઘોડિયા ધીરજ હોસ્પિટલ પાસેથી નરેન્દ્રભાઈ પોતાના પરિવાર સાથે બાઈક પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન સામેથી વડોદરાથી વાઘોડિયા જતી અલ્ટો કાર બેકાબુ બનીને ડિવાઇડર કૂદી ગઈ હતી અને નરેન્દ્ર ભાઈની બાઈકની જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પતિ-પત્ની અને નરેન્દ્રભાઈના પરિવારને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં નરેન્દ્રભાઈના 9 વર્ષીય દીકરા પારસને ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણોસર તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન પારસનું કરૂણ મૃત્યુ થયું હતું. દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને વાઘોડિયા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં કાર બેકાબુ થતી ડિવાઇડર કૂદીને બાઈક સવાર પરિવાર સાથે અથડાય, પરિવારના 9 વર્ષના દીકરાનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*