સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં લગ્નમાં જઈ રહેલા 5 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 મિત્રોના કરૂણ મૃત્યુ…

Published on: 11:01 am, Tue, 10 May 22

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં લગ્નમાં જઈ રહેલા પાંચ મિત્રોની રસ્તામાં અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે મિત્રોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય ત્રણ મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર યુવાનો વાડી-કેવડી રોડ પર રાણીકૂંડ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. જ્યાં વણાંકમાં તેમની કાર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજના બધા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના યુવાનો સુરતના ઉમરપાડા તાલુકાના કેવડીયા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પતાવીને તેઓ કારમાં પરત ફરી રહ્યા હતા.

ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં સુમિત નટવર ચાવડા અને તેજસભાઈ સુરેશભાઈ નામના વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.  મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા ઉમરપાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા યુવાનોના પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં લગ્નમાં જઈ રહેલા 5 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 મિત્રોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*