માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ અને હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે અને તે મંદિરોની અલગ અલગ માન્યતાઓ પણ છે ત્યારે આ તમામે તમામ મંદિરોની અંદર ભગવાન હનુમાનજીની પૂજા અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. આમાંથી એક સંસ્કારી શહેર અલીગઢનો એક મંદિર છે
જે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ તો છે કારણ કે ત્યાં મંદિરમાં ખિસકોલીના રૂપમાં ભગવાન શ્રી હનુમાનની પૂજા અર્ચના કરવામાં આવે છેઆ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં 41 દિવસ સુધી સતત પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો ચાલો આપણે જાણીએ કે અલીગઢમાં વિશ્વ પ્રસિદ્ધ અને અનોખા ભગવાન હનુમાનજીના આ ધામ વિશે.
અચલ તાલ સરોવરના કિનારે આવેલું હનુમાનજીનું શ્રી ગીલહરાજ મંદિર વિશ્વભરમાં જાણીતું છે ને અહીંયા આજુબાજુ 50 થી પણ વધારે મંદિરો છે પરંતુ ગિલહરાજજી મંદિરની માન્યતાઓ અલગ અને વધારે છે અને મંદિરને માત્ર ધાર્મિક સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અને એવું માનવામાં આવે છે
કે ભારતમાં એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન હનુમાનની ખિસકોલીના રૂપમાં પૂજા કરવામાં આવે છે.ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન રામસેતુના પુલ નું નિર્માણ થઈ રહ્યું હતું તે દરમિયાન ભગવાન શ્રી રામ એ હનુમાનજીને થોડો આરામ કરવા માટે કયું પરંતુ
હનુમાનજી આરામ ન કર્યો અને તેને ખિસકોલી નું રૂપ ધારણ કર્યું અને પુલ બનાવવામાં રામસેનાને મદદ કરી અને ભગવાન રામે હનુમાનજીને ખિસકોલીના રૂપમાં જોઈને તેમના પર હાથ ફેરવ્યો અને પછી એક રેખા બની ગઈ છે આજે આપણે ખિસકોલીમાં જોઈ શકીએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment