ગુજરાત રાજ્યમાં ઘણા બધા મંદિરો આવેલા છે ને કેટલાક મંદિરો એવા છે તેની ખાસિયત માટે તેઓ પ્રખ્યાત છે ને આજે આપણે ઈડરના ઈશ્વરપુરા ગામમાં બોબડી માતાજીનું મંદિર આવેલું છે તેના વિશે અને તેમના પરચા વિશે વાત કરવાના છીએ.
મિત્રો લોકવાયકા છે કે આ બોબડી માતાજીના મંદિરમાં મૂંગા લોકો પણ બોલતા થઈ જાય છે અને જે ઘરમાં સંતાનો વહેલા બોલતા ન હોય તેઓ પણ બોબડી માતાજી ની બાધા રાખે તો અહીં માનતા રાખવાથી બાળકો બોલતા થઈ જાય છે.મહેસાણાના ઈડર ની આસપાસ અનેક ડુંગરાઓ આવેલા છે
અને આ મનોરમ્ય ડુંગરાની વચ્ચે ઈશ્વરપુરા નામનું સુંદર મજાનું ગામ આવેલું છે જ્યાં બોબડી માતાજીનું મંદિર છે ને કહેવાય છે કે આ મંદિર લગભગ 50 વર્ષ જૂનું છે અને મંદિરની પૂજા કરનાર તેમજ ભક્તોનું કેવું છે કે જે ઘરમાં કોઈ બાળક પાંચ વર્ષ બાદ બોલી શકતું ન હોય તો માતા-પિતા તેની બાળક બોલતો થઈ જાય તે માટે માતાજીની માનતા રાખતા હોય છે.
એવી માન્યતા છે કે બોબડી માતાની માનતા રાખવાથી બાળકનું મૂંગાપનું દૂર થાય છે. આ મંદિરમાં મૂંગો બાળક બોલતું થાય છે અને જો કોઈ બાળક બોલતો ન હોય તો માતાજીની સામે સોનાની અથવા ચાંદીની જીભ ચઢાવવામાં આવે છે. ઘણી લોકોની શ્રદ્ધા છે અને અહીં ખાસ કરીને લોકો રાજસ્થાનથી માનતા પૂરી કરવા માટે આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment