પેટા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની આ બેઠકમાં એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાતા કોંગ્રેસને પડ્યો મોટો ફટકો,જાણો શું છે સમગ્ર મામલો?

270

ગુજરાત રાજ્યમાં આગામી 3 નવેમ્બરના રોજ વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને ધમધોકાર તૈયારી કરી રહ્યું છે. પેટા ચૂંટણી નજીક આવતા ફરી એક વખત તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રની મહત્વની ધારી બેઠકમાં કોંગ્રેસનો મોટો ફટકો લાગ્યો છે.ખાંભા માર્કેટિંગ યાર્ડ ના ડાયરેક્ટર અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમજીભાઈ સેંજલીયા વાળા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

ચલાલા ના માજી પ્રમુખ મનસુખભાઈ કથરોટીયા સહિત પૂર્વ સદસ્યો એ પણ કેસરિયો રંગ ધારણ કર્યો છે. આ ઉપરાંત બગસરા ચલાલા ધારી અને ખાંભા વિસ્તારના 18 થી પણ વધારે કોંગ્રેસ તેમજ ખેડૂત આગેવાનોએ કેસરિયો રંગ ધારણ કર્યો છે.ગઈકાલે કોંગ્રેસે મોરબી, ધારી, કરજણ અબડાસા અને ગઢડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

મોરબી બેઠક પરથી જયંતિ જયરાજ ને ટિકિટ આપવામાં આવી છે અને ધારી બેઠક પરથી કોંગ્રેસે સુરેશ કોટડિયા ને ટિકિટ આપી છે.

આ ઉપરાંત ગઢડા બેઠક પરથી મોહન સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!