ગુજરાતમાં આ વખતે ઉનાળાની શરૂઆતમાં જ ભારે ગરમીના કારણે ગુજરાતની જનતા કંટાળી ગઈ છે. ત્યારે કાળઝાળ ગરમીમાં રાહત આપતા લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ ડબલ થઇ ગયા છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં લીંબુની આવક બંધ થઇ જતાં હવે રાજ્યમાં મદ્રાસથી લીંબુ આવી રહ્યા છે.
આ કારણોસર લીંબુના ભાવમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લીંબુના ભાવ ની વાત કરીએ તો વડોદરામાં છૂટક બજારમાં પ્રતિ કિલો લીંબુનો ભાવ 200 રૂપિયાથી લઈને 220 રૂપિયે ચાલી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં લીંબુનો ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે.
લીંબુના એક વેપારીએ જણાવ્યું કે વડોદરામાં જથ્થાબંધ બજારમાં પ્રતિ કિલો લીંબુનો ભાવ 150 રૂપિયાથી લઈને 170 રૂપિયામાં વેચાઇ રહ્યા છે. જ્યારે છૂટક બજારમાં પ્રતિ કિલો લીંબુ 200 રૂપિયાથી લઈને 220 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.
વેપારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં પ્રતિ કિલો લીંબુનો ભાવ 80 રૂપિયાથી લઈને 100 રૂપિયા ચાલી રહ્યો હતો. પરંતુ લીંબુની આવક બંધ થઇ જતાં મદ્રાસી લીંબુની આવક કરવી પડે છે. આ કારણોસર લીંબુનો ભાવ વધી રહ્યો છે. દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવના કારણે, ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થઈ ગયું છે.
આ કારણોસર શાકભાજીના ભાવમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. આ ઉપરાંત દેશમાં દિવસેને દિવસે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, ખાદ્યતેલ અને શાકભાજીના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment