હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ પિકનિક પર ગયેલા બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક નર્મદા નદીમાં ડૂબી ગયા છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર વિજયરાઘવગઢના શિક્ષક અને આઠ વિદ્યાર્થીઓનું જૂથ બુધવારના રોજ બપોરના સમયે પિકનિક માટે નવા ભેડાઘાટ પહોંચ્યા હતા.
ત્યારે વિદ્યાર્થીઓએ નદીની આગળ બાંધેલી રેલિંગ વટીને નદી કિનારે ગયા હતા અને ત્યાં જઈને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એક યુવતીનો પગ લપસે છે અને તે નદીમાં પડે છે. તેને બચાવવા માટે એક વિદ્યાર્થી અને એક શિક્ષક પણ નદીમાં તણાયા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર ઘટનાના એક કલાક બાદ એક યુવતીનું મૃતદેહ ખડકોમાં ફસાયેલું મળી આવ્યું હતું. ત્યારે એક વિદ્યાર્થી અને શિક્ષક હજુ પણ લાપતા છે. મળતી માહિતી અનુસાર 30 વર્ષીય રાકેશ નામના શિક્ષક 8 વિદ્યાર્થીઓ સાથે ભેડાઘાટ ફરવા માટે ગયા હતા. મળતી માહિતી અનુસાર ત્યાં નર્મદા નદીના કિનારે વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી રહ્યા હતા.
ત્યારે ખુશ્બુ નામની વિદ્યાર્થીનીએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તે નદીમાં પડી ગઈ હતી. ત્યારે તેમના શિક્ષક રાકેશ તેનો હાથ પકડીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં જગ્યા લપસણી હોવાના કારણે શિક્ષક પણ લપસીને નદીમાં પડ્યા હતા.
ત્યારે રામ નામના વિદ્યાર્થી બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ ઘટના બન્યા બાદ અન્ય વિદ્યાર્થીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર ઘટનાના એક કલાક બાદ ખુશ્બુ મૃતદેહ મળી આવ્યો હતો.
જ્યારે હજુ પણ સ્થાનિક તરવૈયાઓ નદીમાં ડૂબી ગયેલા વિદ્યાર્થી રામ અને શિક્ષક રાકેશની શોધખોળ કરી રહ્યા છે. ખુશ્બુના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment