દવાખાનેથી ઘરે પરત ફરી રહેલી ગર્ભવતી મહિલાને રસ્તામાં નડ્યો અકસ્માત, મહિલાનું કરૂણ મૃત્યુ – પરિવારના લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા…

Published on: 1:49 pm, Thu, 16 June 22

સમગ્ર દેશભરમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ઘણી અકસ્માતની ઘટનાઓમાં હસતા ખેલતા પરિવાર વિખેરાઈ ગયા હશે. ત્યારે બુધવારના રોજ સાંજે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ગર્ભવતી મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મહિલા અને મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર અને ગામના લોકોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના બુધવારના રોજ સાંજના સમયે લાંબહરિસિંહ નગરમા પેટ્રોલ પંપ પાસે બની હતી. મળતી માહિતી અનુસાર લાંબહરિસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારના કલેડિયામાં રહેતા રામજીલાલ બાગરીયાની પત્ની બાદામ દેવી લગભગ 7 મહિનાથી ગર્ભવતી હતી.

મળતી માહિતી અનુસાર મહિલાના સસરા તેને બાઈક પર ચેકઅપ માટે માલપુરા હોસ્પિટલ લઇ ગયા હતા. તેઓ ડૉક્ટર પાસે ચેકઅપ કરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રોડની સાઈડમાં બાઈક ઉભી રાખી હતી અને પુત્રવધૂને સસરાએ ઝાડના છાંયડે બેસાડી અને ત્યારબાદ સસરા પેટ્રોલ પુરાવવા માટે ગયા હતા.

ત્યારબાદ સસરા પેટ્રોલ પુરાવીને પુત્રવધૂ પાસે આવ્યા હતા. ત્યારબાદ પુત્રવધૂને બાઈક ની પાછળ બેસાડીને ઘરે જવા માટે નીકળ્યા હતા. મળતી માહિતી અનુસાર ત્યારબાદ પેટ્રોલ પંપ થી થોડેક દૂર પાછળથી આવી રહેલા ભારે પથ્થર ઉપાડવાનું હેડરો મશીન બાઈક સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક ની પાછળ બેઠેલી મહિલા ફંગોળાઈને 10 ફૂટ દૂર કડી હતી.

આ કારણોસર મહિલાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાના સસરાને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બંનેને સારવાર માટે તેઓએ હોસ્પિટલ ખસેડયા હતા. પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરે જાગ્રત થયેલી મહિલાને મૃત જાહેર કરી હતી.

જ્યારે સસરાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પોલીસે મૃતદેહને પરિવારજનોને સોંપ્યું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બન્યા બાદ હેડર મશીનનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દવાખાનેથી ઘરે પરત ફરી રહેલી ગર્ભવતી મહિલાને રસ્તામાં નડ્યો અકસ્માત, મહિલાનું કરૂણ મૃત્યુ – પરિવારના લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*