કોરોના મહામારી વચ્ચે ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, ખાતરના ભાવમાં થયો મોટો ઉછાળો.

કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારબાદ સિગ તેલ,કપાસિયા તેલ ઉપરાંત અન્ય તેલના ભાવમાં પણ મોટો ઉછાળો થયો હતો. વધતી જતી મોંઘવારીએ સામાન્ય નાગરિકને તો ભડખે લીધા છે.

એજ મોંઘવારીએ ખેડૂતોને પણ નથી છોડ્યા. કોરોના મહામારી વચ્ચે ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવ્યા એ છે કે, ઇફ્કો ખાતરના ભાવમાં મોટો ભાવ વધારો કર્યો છે.

ખાતર ના ભાવ ના વધારાની વાત કરવામાં આવે તો DAP ખાતરમાં ₹700 અને ASP ખાતરમાં ₹375 નો વધારો કરવામાં આવ્યો છે.DAP ખાતરના 1200 ની જગ્યા 1900 રૂપિયા કર્યા છે.

NPK 12:32:16 માં 1185 ની જગ્યાએ 1800 થયા છે અને NPK 12:32:26 માં 1175 ની જગ્યાએ 1775 કયા છે. ASP માં 975 ની જગ્યાએ 1350 થયા છે.

કોરોના મહામારી વચ્ચે ખાતરના ભાવમાં આટલો મોટો ઉછાળો થતા સામાન્ય ખેડૂત ચિંતામાં મુકાયો છે. એક બાજુ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે.

કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને રાજ્યમાં સુરત અમદાવાદ રાજકોટ વડોદરા ઉપરાંત અન્ય મહાનગરપાલિકામાં થી વધારે કેસો આવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*