પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને જાણો શું કહી પેટ્રોલિયમ મંત્રી એ મહત્વની વાત ?

Published on: 8:46 pm, Wed, 7 April 21

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને હાલમાં જ પેટ્રોલ અને ડીઝલ ની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે નજીકના ભવિષ્યમાં ઈંધણ ની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે તેવી પૂરી શક્યતા છે.

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને અહીં પહેલા જણાવી દીધું હતું કે કાચા ફૂડનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટશે તો તેનો ફાયદો મળશે અને ભાવમાં ઘટાડો પણ જોવા મળશે.

આપને જણાવી દઇએ કે 24 માર્ચ થી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો થયો છે. સરકારી તેલ કંપનીઓએ આ સમયગાળા દરમિયાન પેટ્રોલ ના 61 પૈસા અને ડીઝલમાં 60 પૈસા નો પ્રતિ લીટર ઘટાડો કર્યો છે.

દેશની સૌથી મોટી ફ્યુઅલ રિફાઇનરી અને રીટલર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ના જણાવ્યા અનુસાર માર્ચ ના બીજા પખવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઓઈલ નિકાસ કરનાર દેશોની સંસ્થા અને સહયોગી દેશોએ તેલ ઉત્પાદન માં ધીમે ધીમે વધારો કરવાની સંમતિ આપી છે. મેથી જુલાઇ દરમિયાન તેલનું ઉત્પાદન દરરોજ 20 મિલિયન બેરલ કરશે.

કોરોના મહામારી થી વૈશ્વિક અર્થતંત્રમાં રિવાઈવલ સાથે સાથે કદમ થી કદમ મેળવી રહ્યું છે. જો ફૂડ ઓઈલ ના ઉત્પાદનમાં ભાવમાં ઘટાડો થશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો થવાનું શરૂ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને જાણો શું કહી પેટ્રોલિયમ મંત્રી એ મહત્વની વાત ?"

Leave a comment

Your email address will not be published.


*