ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને થોડીક રાહત મળી છે અને હાલ ગુજરાતમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં પવન સુકાઈ રહ્યા છે અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે અને બે દિવસ બાદ ફરીથી ગરમીનું જોર વધવાની શક્યતા છે
અને હવામાનની શાળા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીઓમાં જણાવ્યું છે કે ચોમાસાનું પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનો ચોખ્ખો રહેવો જોઈએ તેના બદલે એક પછી એક વેસ્ટન ડીસ્ટર્બન્સ આવી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ હાલ રાજ્યમાં બે દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નથી અને ફરી એકવાર મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી નું જોર પકડશે અને સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ દાદરા નગર હવેલી સહિત આખા ગુજરાતમાં
આગામી પાંચ દિવસ તાપમાન શુષ્ક રહશે ને હાલ વરસાદ પડવાની શક્યતા નહિવત છે.આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રવિવારે અમદાવાદમાં 37.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે
જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે અને અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment