પ્રધાનમંત્રી મોદીએ કોરોના ની બીજી લહેર પર કહ્યું કે તે દેશવાસીઓની મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છે. કિસાન સન્માન નિધિ ના આઠમા હપ્તા ને જાહેર કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, 100 વર્ષ બાદ આવેલી આ મહામારી દુનિયા ની પરીક્ષા લઇ રહી છે.
તેમને કોરોના ની અદ્રશ્ય દુશ્મન ગણાવતા કહ્યું કે આપણે ઘણા સ્વજનો ખોઈ ચૂક્યા છીએ. પ્રધાનમંત્રી મોદીએ લોકોને વેકસીન લેવા માટે અપીલ કરી છે.
તેમને જણાવ્યું કે બચાવનું સૌથી મોટું માધ્યમ કોરોના વેક્સિન છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને સતત પ્રયત્ન કરી રહી છે કે જલદીમાં જલદી દેશવાસીઓને વેક્સિન આપવામાં આવી શકે.
પ્રધાનમંત્રી મોદી આગળ જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધી લગભગ 18 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું કે કોના આવે ગ્રામીણ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યો છે.
અને તેમને ગ્રામ પંચાયતને પોતાના વિસ્તારમાં જાગૃતતા વધારવા સૂચના કરી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત એ દેશ નથી જે મુશ્કેલ સમયમાં આશા ખોઈ બેસે. તેમને જણાવ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે આ પડકારને જરૂર પૂર્ણ કરીશું.
પીએમ મોદીએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે અને તેમને જણાવ્યું કે મેડિકલ સારવાર લેવામાં મોડું ન કરો. જેવા લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment