અમદાવાદ જગન્નાથ રથયાત્રા નીકળવાને લઈને પ્રદિપસિંહ જાડેજાએ આપ્યુ મોટું નિવેદન.

105

જગતના ના કહેવા ભગવાન જગન્નાથ વર્ષમાં એકમાત્ર વાર નગર ચર્ચાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે કે રથયાત્રા. આજે અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરની પૌરાણિક પારંપરિક દિવ્ય 144 મી રથયાત્રા પૂર્વે ત્રણેય રથીની પૂજા વિધિ કોવિડ માર્ગદર્શિકા સાથે કરવામાં આવી છે.

ત્રણેય રથોની ભક્તો વગર પૂજા વિધિ સંપન્ન કરાવવા આવી છે. આજે અખાત્રીજ ના દિવસે સવારે જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથ નું પૂજન કર્યું હતું.

આ આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રથયાત્રા ત્રણ તબક્કામાં યોજવામાં આવે છે જેમાં પહેલો તબક્કો ચંદન પૂજા અને બીજો તબક્કો જળયાત્રા અને ત્રીજો તબક્કો રથયાત્રા છે.

ગયા વર્ષે મહામારીને કારણે રથયાત્રા કાઢી શક્યા ન હતા ત્યારે આ વર્ષે રથયાત્રા નિકળશે કે નહીં એ કેવું હાલ વહેલું છે. ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ કે મહામારીમાથી જલ્દી મુક્તિ મળે.

જગન્નાથ મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું કે આજે અખાત્રીજ ના દિવસે ત્રણેય રથો નું પૂજન કરવામાં આવ્યું છે. આજે પૂજન બાદ ત્રણ ચાર દિવસમાં રથનું સમારકામ અને રંગરોગાન શરૂ કરવામાં આવશે.

24 મી જૂનના રોજ જલયાત્રા યોજવા અંગે હજુ કોઈ નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા અંગે એમ પણ જણાવ્યું હતું કે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!