કોરોના મહામારી ના કારણે લાદવામાં આવેલા લોકડાઉન ના કારણે દેશમાં ઘણા લોકોની નોકરી જતી રહી હતી. અમુક કંપનીઓએ લોકોના પગાર ઘટાડી દીધા છે પરંતુ આ દરમિયાન હવે નોકરિયાત વર્ગ માટે બીજા એક માઠા સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષે લોકોના પગારમાં ઘટાડો થવા જઈ રહ્યો છે. આ વાત સાંભળીને લોકોને ભારે હેરાની થશે. જોકે લાંબા ગાળે કર્મચારીઓને તેનો મોટો ફાયદો થશે.
આગામી વર્ષે થી કેન્દ્ર સરકાર ની ન્યુ વેજ કોડ અંતર્ગત કંપનીના પે પેકેજ રી સ્ટ્રકચર થશે.નવા નિયમ અંતર્ગત અલાઉન્સ કમ્પોનેન્ટ ફુલ સેલેરી કે કમ્પેન્સેકશન ના પચાસ ટકાથી વધુ નથી હોતો. સરળ ભાષામાં કહીએ તો કર્મચારીઓની બેઝિક સેલેરી ઓછામાં ઓછી 50% હોવી જોઈએ.નવા નિયમ અંતર્ગત પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી કમ્પોનેન્ટ પર પણ.
1 એપ્રિલ 2021 થી અસરમાં આવશે.આ નિયમ લાગુ થવાથી.મોટા ભાગની કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા પેમેન્ટ સ્ટ્રકચર ફેરફાર થઈ શકે છે. સામાન્ય રીતે આ કંપનીઓમાં નોન અલાઉન્સ નો ભાગ ઓછો હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો આ 50 ટકાથી પણ ઘણું ઓછું હોય છે.
હવે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ માં કંપની નું યોગદાન વધી જશે.પ્રોવિડન્ટ ફંડ માં યોગદાન વધવાના કારણે ટેક હોમ સેલેરી એટલે કર્મચારીઓના હાથ માં આવનારી સેલેરી ઓછી થઈ જશે.
જોકે તેમ છતાં સારી વાત એ છે કે,ટેક હોમ સેલેરી ઘટયા છતાં રિટાયરમેન્ટ પછી મળતા ફંડ વધી જશે. વર્તમાન મોટાભાગની કંપનીઓમાં બેઝિક સેલેરી ની સરખામણીમાં વધારે હોય છે.
કેન્દ્ર સરકારના નયા નિયમના અમલ બાદ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને સૌથી વધુ અસર થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment