ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીનો પ્રચાર ચાલુ થઇ ગયો છે ત્યારે બંને પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પક્ષ પલટુ ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપવાથી આંતરિક વિખવાદો એ ચરમસીમા વટાવી છે. આ પરિસ્થિતિ વચ્ચે પક્ષ પડતું અને પ્રજાના રોષનો ભોગ બની રહ્યાં છે. આવી જ ઘટના ભાજપના ધારી બેઠકના ઉમેદવાર જેવી કાકડિયા સાથે થઈ છે. સત્તાધારી પક્ષના અમરેલીની ધારી બેઠકના ઉમેદવાર જેવી કાકડિયા નો વિરોધ કરવામાં આવ્યો છે.
ખાંભા તાલુકાના રાયડી ગામે આયોજિત સભામાં ભાજપના જ કાર્યકરે જે.વી.કાકડિયાને ગદ્દાર ગણાવ્યા છે. ભાજપના કાર્યકર કહે છે કે, જેવી કાકડિયા એ ગદ્દારી કરી છે જેથી તેઓ ચૂંટાઈ ને નહીં આવે. મહત્વની વાત એ છે કે આ અંગે નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.
ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં કોંગ્રેસના 15 જેટલા ધારાસભ્યો અંગત કારણો આપી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા. જુલાઈ 2018 થી લઈ.
જૂન 2020 સુધી કુલ 15 જેટલા ધારાસભ્યો પક્ષ પલટો કર્યો છે અને જેના કારણે લોકોના ટેક્સના ખર્ચે પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે.
નોધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment