કાળીયાબીડ વાળા મેલડી માં, દર્શને આવેલા તમામ ભક્તોના દુઃખ અને સમસ્યાઓ દૂર કરે છે મેલડી માં – જાણો આ મંદિરની વિશેષતાઓ…

આપણા દેશમાં ઠેર-ઠેર દેવી-દેવતાઓના મંદિરો જોવા મળે છે અને ભક્તો ત્યાં શ્રદ્ધાપૂર્વક દર્શને જતા હોય છે કેટલીક વાર આપણને દેવી-દેવતાઓના પરચાઓ પણ જોવા મળતા હોય છે. જ્યારે ભક્તોને કોઈપણ સમસ્યા જણાય તો તે મંદિરે જઈને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરીને દૂર કરતા હોય છે. ઘણા લોકો તેમની મનોકામના પૂરી થતાં જ દેવી દેવતાઓના દર્શનાર્થે જાય છે.

ત્યારે આજે આપણે એક એવા જ મંદિર વિશે વાત કરીશું કે જ્યાં માં મેલડી હાજરાહજૂર છે આ મંદિર ભાવનગરમાં આવેલા કાળીયાબીડમાં આવેલું છે. આ મંદિર ખૂબ જ વર્ષો જૂનું છે. મંદિર વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો આ વિસ્તારમાં જો કોઈ પણ વ્યક્તિ જમીન કે જગ્યા લે તો સૌપ્રથમ મેલડી માતાજીને લાપસી ધરવામાં આવે છે. અને તાવા અને સુખડી પણ કરવામાં આવે છે.

મંદિર વિશે વાત કરીશું તો જ્યારે મંદિર ન હતું તે પહેલાં અહીં ખૂબ ગાઢ જંગલ હતું ત્યાં કોઈપણ લોકો રહેતાં ન હતાં તેથી તે જગ્યાને બીડ તરીકે ઓળખવામાં આવે છે તે સમયે કાલીયા કટારિયાએ આ જગ્યા પર માં મેલડીને બેસણા કર્યા હતા. કહેવાય છે કે આ બીડ માં કાલીયા કટારીયા એટલા માટે આવ્યા હતા કે તેમને કોઈ તકલીફ હતી.

જેથી તેઓએ આ જગ્યા પર આવીને માં મેલડીને પોકાર્યા હતા કરતા કહ્યું હતું કે આ દુનિયામાં મારું કોઈ નથી જ્યારે તે એક સમસ્યામાં ફસાયો ત્યારે તેણે માં મેલડી ને પોકાર કરીને કહ્યું કે મને આ સમસ્યાથી દૂર કરો તો હું અહીં તમારું સ્થાપક બનાવીશ ત્યારે માં મેલડી નો અવાજ સંભળાયો.

ત્યારે કાળીયાએ બધી જ વાત ત્યારે માં મેલડીને કરી અને પોતાની સમસ્યા જણાવી ત્યારે સમસ્યા દુર થતા જ કાલીયા કટારીયા આ જગ્યા પર માં મેલડીનું મંદિર સ્થાપ્યું અને ત્યારથીજ અહીં લોકો દર્શનાર્થે આવે છે અને સુખ શાંતિનો અનુભવ કરે છે.

અહીં રોજ માં મેલડી ના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડે છે. દેવી-દેવતાઓ માં મેલડી ના દર્શન કરીને આશીર્વાદ લઈને હસતા મોઢે ઘરે પરત ફરે છે અને તેમની બધી જ મનોકામના પૂરી થતી હોવાથી તેઓ માં મેલડી ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*