રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર મહિલાએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો એવું તો શું થયું હશે કે આ પગલું ભરવું પડ્યું…

Published on: 11:27 am, Tue, 29 March 22

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી એક જીવ ટૂંકો કરવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના મોરબી રોડ પર વેલનાથપરા કૈલાશ પાર્કમાં પ્રેમલગ્ન કરનારી એક યુવતીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના બધા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર 23 વર્ષીય આરતી કરણ સરસીયાએ પોતાના ઘરે ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘરમાં આરતીને લટકતી હાલતમાં જોઇને આસપાસના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા.

ત્યારબાદ તે લોકોએ આ ઘટનાની જાણ 108 ની ટીમને કરી હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે જ આરતીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી આરતીના ભાઈની ફરિયાદના આધારે પોલીસે આરતીના પતિ કરણ મેરામભાઇ સરસીયા સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરતીના ભાઈ ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, મારી બહેન જ્યારે મને મળતી હતી ત્યારે કહેતી હતી કે, ‘મને મારો પતિ કરણ સારી રીતે રાખતો નથી’,

અને મને શારીરિક અને માનસિક ત્રાસ આપીને ખૂબ જ પરેશાન કરે છે. કરણ મને શાંતિથી રહેવા દેતો નથી અને જીઆરડી માં નોકરી કરું તો મારા ઉપર શંકા કરે અને મારી સાથે અવારનવાર માથાકૂટ કરે છે.

વધુમાં આરતીના ભાઈએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે બહેન આરતી ની બહેનપણી કિરણ નો ફોન આવ્યો હતો કે, તારી બહેન ને ઘરમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ હું અને મારી માતા ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ત્યાં અમે આરતીનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર મહિલાએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો એવું તો શું થયું હશે કે આ પગલું ભરવું પડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*