નવસારીમાં પૂરના પાણીમાં એક બીમાર માજી ઘરમાં ફસાઈ ગયા, ત્યારબાદ થયું એવું કે… માજીએ પોતાનો જીવ ગુમાવ્યો….

Published on: 6:10 pm, Mon, 11 July 22

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નવસારીના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી અને અનેક વિસ્તારોમાં પૂર જઈ પરિસ્થિતિ ઉભી થઈ હતી. ત્યારે આવી પરિસ્થિતિમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે.

નવસારી શહેરના વોર્ડ નંબર 13માં દશેરા ટેકરા પાસેથી પસાર થતી ખાડીમાં પણ પાણી વધતા બાલપીર દરગાહની પાછળના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન પતરાના કાચા ઘરમાં રહેતી 75 વર્ષીય લખીબેન રાઠોડનું કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર લખીબેન રાઠોડ બીમાર હતા અને તેઓ લાકડીના સહારે ચાલતા હતા.

તેમના ઘરમાં પાણી ઘૂસવાનો શરૂ થઈ ગયું, પરંતુ લખીબહેન બહાર નીકળી શક્યા નહીં. જેમાં પાણીમાં ડૂબી જવાના કારણે લખીબેનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર કમર સુધી પાણી ભરાઈ જવાના કારણે લખીબેન લાકડીના સહારે ઘરની બાજુની સાંકડી ગલી માંથી નીકળવા ગયા હતા.

આ દરમિયાન અકસ્માત રીતે લખીબેન પડી ગયા હતા. જેથી પૂરના પાણીમાં ડૂબી જવાના કારણે લખીબેનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર ત્યારે આજરોજ સવારે લખીબેનનું મૃતદેહ મળી આવ્યું હતું. તેમના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

આ ઘટનાની જાણ થતા સ્થાનિક નગરસેવક તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ માજીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને એક નગરસેવકે કહ્યું કે, રાત્રિના સમયે પાણી આવવાના કારણે સ્થાનિક લોકોની સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.

તેથી મોટેભાગના લોકોએ શાળામાં સ્થળાંતર કર્યું હતું. પરંતુ લખીબહેને તેમની વાત સાંભળી નહીં કે તેઓ જાણી જોઈને ઘર ન છોડવા માંગતા હતા તે જાણી શકાયું ન હતું. વહેલી સવારે લખીબેનનું મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નવસારીમાં પૂરના પાણીમાં એક બીમાર માજી ઘરમાં ફસાઈ ગયા, ત્યારબાદ થયું એવું કે… માજીએ પોતાનો જીવ ગુમાવ્યો…."

Leave a comment

Your email address will not be published.


*