રાજ્યમાં 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણીની તારીખ જાહેર થતા ભાજપ દ્વારા કરાયેલા સર્વે ના કારણે ભાજપના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. ભાજપે પેટાચૂંટણી માટે ખાનગી એજન્સી પાસે બીજો સર્વે કરાવ્યો છે. માહિતી મળી છે કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.સર્વે પ્રમાણે મળતી માહિતી મુજબ ભાજપ ને આઠે બેઠક પર મોટો ઝટકો લાગી શકે છે.પાંચ બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવાર ઓના નામ ના કારણે પક્ષમાં નારાજગી છે.
પાંચ બેઠક પર ઉમેદવારોને કારણે ભાજપ હારે તેવું સર્વેમાં આ તારણ સામે આવ્યુ છે આ પહેલા ભાજપે કરાયેલા સર્વેમાં આઠ પૈકી ચાર બેઠક મળવાનું તારણ સામે આવ્યુ હતું. વર્તમાનમાં સ્થિતિ જોતા સાથે બેઠક પણ નુકસાની ભાજપને થઈ શકે છે.ભાજપ દ્વારા ખાનગી એજન્સી પાસે કરાયેલા બીજે સર્વેથી ભાજપ ની ઊંઘ હરામ થઇ ગઇ છે.
ભાજપના બીજા સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી જાહેર થતા ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે.
પ્રદેશ સી.આર પાટિલ ની અધ્યક્ષ માં એક બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના અનેક મોટા હોદ્દેદારો હાજર રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment