સમગ્ર દેશમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે એમાં મુંબઈમાં તો વરસાદના કારણે રેટ એલેટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં દિવાલ ના ધરાશાયી થવાના પગલે 20 લોકો મૃત્યુ પામ્યા છે.
આ સમગ્ર ઘટનાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મુંબઈના ચેમ્બુર અને નિકોલમાં દીવાલ ધરાશાયી થતા લોકોના મૃત્યુથી હું ખૂબ જ દુઃખી છું.
ઉપરાંત કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દીથી સારા થાય. આ ઉપરાંત મૃત્યુ પામેલા લોકોના પરિવારને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત લોકોને 50000 રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં જમીન ખસી જવાથી દિવાલ ધરાશાયી થઈ હતી અને તે દરમિયાન 20 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે અનેક લોકો ઘાયલ થયા છે હજુ પણ 5 લોકો ફસાયેલા છે. આ ઉપરાંત મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
અને અને રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. અનેક જગ્યાએ તો પાણી ભરાવાના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાયા છે. આ સમયે અહીં એક મોટી ઘટના બની ગઈ છે.
આ ઉપરાંત મુંબઈમાં ભારે વરસાદના કારણે હનુમાન નગર થી કાંદીવાલી વિસ્તાર સુધી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઉપરાંત મુંબઇ શહેરમાં સવારે પાણી ભરાતા જનતા ખૂબ જ મુશ્કેલીમાં પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.