દીકરી તુષા કેસમાં પોલીસ સાત દિવસમાં કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરશે, રિમાન્ડ પૂર્ણ થતાં જ આરોપી કલ્પેશને…

Published on: 11:22 am, Mon, 28 March 22

વડોદરામાં કલ્પેશ ઠાકોર નામના યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બનીને 19 વર્ષની તૃષા સોલંકી નામની દીકરીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. દીકરીના પરીવારજનોની માંગ છે કે આરોપી કલ્પેશને કડકમાં કડક સજા મળે.

આ સમગ્ર ઘટનાને લઇને કલ્પેશ ની ધરપકડ બાદ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ગઈકાલે પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં જ આરોપી કલ્પેશને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઇને હવે પોલીસ સાત દિવસમાં કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરશે.

કલ્પેશ મંગળવારે સાંજે દીકરી તૃષાને મળવા બોલાવી હતી અને ત્યાં દીકરીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ આરોપી કલ્પેશ ની ધરપકડ કરી લીધી હતી.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના મામા વિરેન્દ્રસિંહ ફરિયાદના આધારે કલ્પેશ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર આરોપીને મોકલ્યો હતો. ગઈકાલે આરોપી કલ્પેશની રિમાન્ડ પૂરી થઈ ગઈ હતી અને તેને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાને લઇને આરોપી કલ્પેશની માતાએ પોતાના દીકરાનો બચાવ કરવા માટે પણ પ્રયાસ કર્યા હતા. દીકરી તૃષાના માતા-પિતાના આસું હજુ પણ સુકાયા નથી. મળતી માહિતી અનુસાર આરોપી કલ્પેશ દીકરી તુષા સાથે પ્રેમ સંબંધ બાંધવા માંગતો હતો.

પરંતુ દીકરી તૃષા પ્રેમ સંબંધ બાંધવા માગતી ન હતી. આરોપી કલ્પેશ પ્રેમ સંબંધ બાંધવાના મામલે દીકરી તુષાની પાછળ પડી ગયો હતો. છેવટે એક તરફી પ્રેમમાં પાગલ બનીને આરોપી કલ્પેશ દીકરી તુષાનો જોઈ લે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરી તુષા કેસમાં પોલીસ સાત દિવસમાં કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરશે, રિમાન્ડ પૂર્ણ થતાં જ આરોપી કલ્પેશને…"

Leave a comment

Your email address will not be published.


*