કહેવાય છે કે અંગ દાન એજ મહાદાન! ગુજરાતના જામનગરમાં થી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક દીકરીને બ્રેઈનડેડ થતા તેમના પરિવારે તેનું અંગ દાન કર્યું હતું. આ દીકરી મૃત્યુના દ્વાર એ જતા જતા પણ અન્ય લોકોને જીવન દાન આપતી ગઈ. પોતાની લાગણીઓ અને પરોપકાર વૃતિ દ્વારા તે અન્ય ના પરિવારના સદસ્યનું અભિન્ન અંગ બની ગઈ.
તમને જાણીને દુઃખ થશે કે મૂળ વારાણસીના અને હાલ જામનગરના રહેવાસી એવા શ્રીવાસ્તવ પરિવારની દીકરી નિધિને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેની સારવાર માટે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ચાર દિવસની સારવાર આપ્યા બાદ પણ નિધિને સારું થયું નહીં.
કહેવાય છે ને કે પરમાત્માના ખેલ આગળ ગમે તેવી મહેનત ઓછી જ લાગે આવું જ કંઈક થયું છે. દીકરી નિધિ સાથે ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી. પરિવાર તો પોતાની હિંમત ભાંગી જ ગયો હતો પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા તેમની સલાહ આપવામાં આવી કે ભલે દીકરી નહીં પરંતુ દીકરીના અંગો થકી તમે તેને જીવંત રાખી શકો છો.
આજના સમયમાં કેટલાય એવા નવ યુવાનો છે કે જેઓ જતાં જતાં પણ અન્ય લોકોને જીવનદાન બક્ષી ગયા છે, ત્યારે તમે પણ એક અન્ય ઉદાહરણ પ્રસ્તુત કરી શકો છો. ડોક્ટરની વાત સાંભળીને તેના પર ગંભીર વિચાર કર્યા બાદ નીધીના પિતાએ પણ નીધિના અંગદાન કરવાનું નક્કી કર્યું.
પોતાની દીકરીને અન્ય લોકો થકી જીવંત રાખવાનો આ વિચાર અન્ય કેટલાય લોકોને પ્રેરણા આપે છે. દીકરી ભલે શ્રીવાસ્તવ પરિવારથી અલગ થઈ ગઈ પરંતુ તેના અંગો થકી તે દુનિયામાં હજુ પણ જીવન તો છે તેવું કહી શકાય છે.તમને જણાવી દઈએ કે અંગદાનમાં નીધિનું કોમળ હૃદય કિડની લીવર અને સ્વાદુપિંડ હતું.જે જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
નિધિ પોતાના અંગો થકી અન્ય પાંચ લોકોને જીવન દાન આપતી ગઈ. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે નિધિ ના અંગ દાન કરવાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 100 કિડનીના દાન પૂર્ણ થયા છે. અત્યાર સુધી અંગ દાતાઓના કારણે એક તો તે વ્યક્તિઓની નવજીવન મળ્યું છે અને તેઓ દાન કરનારાઓના આભારી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment