ચા બનાવવાની બાબતમાં 2 બાળકોની માતાનો પિતાએ જીવ લઈ લીધો, ત્યાર બાદ પિતાએ જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો – જાણો સમગ્ર ઘટના

Published on: 6:21 pm, Sat, 21 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક પતિએ પોતાની પત્નીનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો છે. ત્યારબાદ પછી કુવામાં કૂદી ગયો હતો. બૂમ પાડવાનો અવાજ સાંભળીને પરિવારજનો ત્યાં પહોંચી આવ્યા અને તેને બહાર કાઢ્યો.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઇને મૃતકના ભાઈએ સાસરીયાઓ સામે ત્રાસ અને મૃત્યુનો ગુનો નોંધાવ્યો છે.

મળતી માહિતી અનુસાર ધર્મેન્દ્ર નામના વ્યક્તિએ આજરોજ સવારે પોતાની 23 વર્ષીય પત્ની પૂજાનો ધારદાર વસ્તું વડે જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી રહેતી હતી.

ત્યારે આજરોજ સવારે ચા બનાવવાની બાબતમાં બંને વચ્ચે ભારે બોલા ચાલી થઈ ગઈ હતી. બોલાચાલી એટલી વધી ગઈ કે ધર્મેન્દ્ર પોતાની પત્નીનો જીવ લઈ લીધો. ત્યારબાદ પતિ કુવામાં કુદી ગયો. ત્યારબાદ ધર્મેન્દ્રના ભાઈ અને અન્ય લોકોએ મળીને તેને કૂવામાંથી બહાર કાઢ્યો.

જ્યારે તેને બહાર કાઢ્યો ત્યારે ધર્મેન્દ્ર બોલી રહ્યો હતો કે, મને આ પગલું ભરવા દો, મેં પૂજાનો જીવ લીધો છે. ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે પૂજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું.

આ સમગ્ર મામલે તપાસ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર લગ્ન બાદ પૂજાને તેના સાસરિયાઓ દહેજને લઈને ખૂબ જ પરેશાન કરતા હતા. એટલું જ નહીં પરંતુ થોડાક દિવસ પહેલા પણ પૂજાને ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. મૃત્યુ પામેલી પૂજાને પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચા બનાવવાની બાબતમાં 2 બાળકોની માતાનો પિતાએ જીવ લઈ લીધો, ત્યાર બાદ પિતાએ જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*