આજકાલ અકસ્માતની ઘટનાઓ ગુજરાત રાજ્યમાં ખૂબ જ વધી ગઈ છે. થોડાક દિવસ પહેલા રક્ષાબંધનના દિવસે સોજીત્રા તાલુકાના ડાલી ગામે કોંગ્રેસના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના જમાઈએ નિશાની હાલતમાં પોતાની કારથી રીક્ષા અને એક બાઈક અને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં વિપુલભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિની પત્ની વીણાબેન, દીકરી તો જાનવી અને જીયાનો કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
વીણાબેન તેમના ભાઈને રાખડી બાંધીને બંને દીકરીઓ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કુલ 6 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતા પરિવારના લોકો અને આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. એક જ ઘરમાંથી એક જ સાથે ત્રણ સભ્યોની અંતિમયાત્રા નીકળતા આખું સોજીત્રા હિબકે ચડ્યું હતું.
અંતિમયાત્રામાં હાજર સૌ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે વિપુલભાઈ પોતાની પત્ની અને બે દીકરીઓને જીવ ગુમાવ્યો છે. વિપુલભાઈ ધીમા અવાજમાં વાત કરતા જણાવ્યું કે, મારી બે દીકરીઓ જાનવી અને જીયા હતી. મારે પુત્ર હતો નહીં. તેથી મોટી દીકરીને IELTSના ક્લાસ કરીને વિદેશમાં ભણવા મોકલવી હતી.
મારો તો દીકરો ગણી કે દીકરી ગણો એ જ હતી. એક બ્યુટી પાર્લર ની સંસ્થામાં તેની 130000 થી પણ મેં ભરી હતી. 15 મી ઓગસ્ટના રોજ તેનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ પણ આવવાનું હતું. જાનવી એ બે વર્ષ ડિપ્લો પણ કર્યું હતું. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને તે બે વર્ષ ફર્સ્ટ ક્લાસ આવી હતી.
મારી નાની દીકરી ડ્રોઈંગમાં નંબર વન હતી. જ્યારે મારી પત્ની મારા બંને બાળકો અને મારા ઘરની એકદમ સારી રીતે સંભાળતી હતી. હવે આ ઘરમાં કાંઈ વધ્યું નથી. વિપુલભાઈ વધુમાં જણાવ્યું કે, મારું તો ઘર જ બંધ થઈ ગયું, હવે ઘરમાં પગ મુકું છું તો વેરાન લાગે છે. મારી તો દુનિયા જ ના રહી. હવે મારી આગળ પાછળ કોઈ રહ્યું નથી.
મેં મારી પરિવાર સાથે મળીને ઘણા સપના જોયા હતા. પત્ની વીણા અને હું 25 વર્ષથી સાથે જ હતા. મારી એટલી બધી યાદો છે કે શું કહું? મોટી દીકરીને એન્જિનિયર બનીને ફોરેન જવું હતું. જ્યારે નાની દીકરી જીયા તો મારા કાળજાનો કટકો હતો, આટલું બોલતા જ વિપુલભાઈ ખૂબ જ રડી પડ્યા હતા. આ ઉપરાંત વિપુલભાઈ સત્તાનો દુરુપયોગ કરનાર લોકો વિશે પણ ઘણી બધી વાતો કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment