વડોદરામાં બાઇક સવાર PSIને અજાણ્યા વાહને અડફેટેમાં લીધા, સારવાર દરમિયાન PSIનું મૃત્યુ…જાણો સમગ્ર ઘટના…

Published on: 10:30 am, Wed, 17 August 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરા કરજણ નેશનલ હાઇવે 48 ઉપર માંગલેજ ચોકડી પાસે 17 દિવસ પહેલા અકસ્માતમાં ભોગ બનેલા નારેશ્વર આઉટ પોસ્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ PSIનું મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર પીએસઆઇ નોકરી પતાવીને પોતાની બાઈક લઈને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં મૃત્યુ પામેલા પીએસઆઇના પત્ની વડોદરા મહિલા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવે છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, વડોદરા સીટી પોલીસ લાઈનમાં બી-1, રૂમ નંબર-7માં રહેતા અને કરજણના નારેશ્વર આઉટપોસ્ટમાં PSI તરીકે ફરજ બજાવનાર રવિચન્દ્રભાઈ બાબુભાઈ નિનામા 1-8-22ના રોજ સાંજના સમયે પોતાની નોકરી પતાવીને બાઈક પર વડોદરા આવી રહ્યા હતા.

ઘરે આવતા પહેલા પીએસઆઇ રવિચન્દ્રભાઈએ પોતાની પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે, હું નારેશ્વર આઉટપોસ્ટમાં છું અને વડોદરા આવવા માટે નીકળી રહ્યો છું. આ દરમિયાન કરજણ હાઇવે પર માંગલેજ ચોકડી પાસે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

આ અકસ્માતની ઘટનામાં પીએસઆઇ રવિચન્દ્રભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું કે, PSIની બાઈકને અજાણ્યા પોલીસના વાહને ટક્કર લગાવી હતી. ત્યારબાદ અજાણ્યા વ્યક્તિએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા પીએસઆઇ ને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા પીએસઆઇ ના બે દીકરાઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાર પાંચ દિવસ સારવાર મળ્યા બાદ પીએસઆઇ ની વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોદી સાંજે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પીએસઆઇ ના મૃત્યુ ના સમાચાર સાંભળીને સમગ્ર પોલીસ તંત્રમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરામાં બાઇક સવાર PSIને અજાણ્યા વાહને અડફેટેમાં લીધા, સારવાર દરમિયાન PSIનું મૃત્યુ…જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*