Surat: મિત્રો છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સુરત શહેરમાં સુસાઈડની(Suicide) ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે બે દિવસ પહેલા બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. મિત્રો સુરત(Surat) શહેરમાં અઠવાડિયા પહેલા વેડ-વરિયાવ બ્રિજનું(Wade-Wariaw Bridge) ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ પરથી એક મહિલાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ડભોલી વિસ્તારમાં આવેલ પંચશીલા રેસીડેન્સી ખાતે રહેતા બળવંતભાઈ લાઠીયા સિંગણપોર ચાર રસ્તા પાસે રેડીમેડ ગારમેન્ટની દુકાને ચલાવે છે. ઘટનાના દિવસે બળવંતભાઈના પત્ની અંજલીબેન લાઠીયા પોતાની મોપેડ લઈને બ્રિજ ઉપર પહોંચ્યા હતા અને પછી મોપેડ પાર્ક કરીને બ્રિજ પર લગાવેલી જાળીની વચ્ચે ખાલી પડેલી જગ્યાઓમાંથી તેઓ તાપી નદીમાં કૂદી ગયા હતા.
આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર પછી ફાયર વિભાગની ટીમ તાપી નદીના ઊંડા પાણીમાં અંજલીબેનની શોધખોળ શરૂ કરી દીધી હતી. શોધખોળ દરમિયાન અંજલિ બેન મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે 108 ની મદદ થી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં હાજર ડોક્ટરે અંજલિ બેનને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા જ સિંગણપોર પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે અંજલીબેનના પતિ બળવંતભાઈ પોતાના ભાઈ સાથે દ્વારકા દર્શન કરવા માટે જવાના હતા.
અંજલીબેનને પણ દ્વારકા દર્શન કરવા માટે જવું હતું. પરંતુ ફક્ત પુરુષો જતા હતા તેથી બળવંતભાઈ અંજલીબેનને દ્વારકા આવવાની ના પાડી હતી. જેથી અંજલી બેને પોતાના મમ્મીને બોલાવ્યા હતા અને પછી તેઓ પોતાના મમ્મી સાથે પિયર ચાલ્યા ગયા હતા.
દ્વારકા આવવાની ના પાડતા અંજલીબેનને ખોટું લાગી ગયું હતું. જેના કારણે અંજલિ બેનને તાપી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંજલીબેનના મોતના કારણે એક દીકરા અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment