સુરતમાં મોડે સુધી વાંચતા-વાંચતા સુઈ ગયેલી પાટીદાર દીકરી બીજા દિવસે સવારે ઉઠી જ નહીં, રાત્રે માતાને કંઈક એવું કીધું હતું કે… સમગ્ર પટેલ સમાજમાં માતમ છવાઈ ગયો…

Published on: 6:44 pm, Mon, 13 February 23

સુરતમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતના ઓલપાડમાં કોસમ ગામની અમી પટેલ નામની દીકરીનું રહસ્યમય મોત થયું છે. સવારે જ્યારે માતાએ દીકરીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દિકરી ઉઠી જ નહીં. ત્યારબાદ દીકરીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

ત્યાંથી વધુ સારવાર માટે દીકરીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. દીકરીનું મૃત્યુ કયા કારણોસર થયું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલી અમી પટેલ IPS બનવા માગતી હતી અને તે તેની તૈયારી પણ કરી રહી હતી. અચાનક જ રહસ્યમય રીતે દીકરીનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડી રાત સુધી દીકરી પરીક્ષાની તૈયારી કરી રહી હતી. મોડી રાત સુધી અભ્યાસ કર્યા બાદ વહેલી સવારે દીકરીની માતાએ જ્યારે દીકરીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો ત્યારે દીકરી ઊઠી ન હતી. દીકરીની માતાએ તેને જગાડવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેને આંખ ખોલી જ નહીં.

પછી અમીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં અમી પટેલને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. વિગતવાર વાત કરીએ તો અમી પટેલ સુરતમાં આવેલી કેપી કોમર્સ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

અમી પટેલનું સપનું હતું કે તે આઇપીએસ ઓફિસર બને. જેના કારણે તે મોડે સુધી જાગીને આઇપીએસની પરીક્ષા ની તૈયારી કરી રહી હતી. રાત્રે સુતા પહેલા તેને પોતાની માતાને કહ્યું હતું કે, હું મોડી રાત સુધી અભ્યાસ કરવાની છું, તેથી સવારે મને વહેલી ઉઠાડતી નહીં. દીકરીના કહેવા મુજબ માતાએ દીકરીને સવારે વહેલી ઉઠાડી ન હતી.

પરંતુ થોડોક સમય થઈ ગયા બાદ માતાએ દીકરીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દીકરી તો કાયમ માટે સૂઈ ગઈ હતી. દીકરીના મૃત્યુ પાછળ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાલમાં તો દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ દીકરીના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં મોડે સુધી વાંચતા-વાંચતા સુઈ ગયેલી પાટીદાર દીકરી બીજા દિવસે સવારે ઉઠી જ નહીં, રાત્રે માતાને કંઈક એવું કીધું હતું કે… સમગ્ર પટેલ સમાજમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*