આધુનિક યુગમાં બદલાવ થતો જોવા મળે છે, ત્યારે વ્યક્તિ કંઈક ને કંઈક રીતે સેવાનું કાર્ય કરી રહી છે.એવામાં આજે અંગ દાન કરવું એ ખૂબ જ મોટું દાન ગણવામાં આવે છે કે જેનાથી કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને નવજીવન પ્રાપ્ત થઈ શકે.આવા કેટલાય કિસ્સાઓ આપણી સમક્ષ સામે આવતા હોય છે. જેમાં લોકો મૃત્યુ પામેલા વ્યક્તિનું અંગદાન કરતા નજરે પડે છે. આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં સુરતી મોઢવણિક સમાજના એક વ્યક્તિનો બ્રેઈનડેડ થતાં તેનું અંગ દાન કરવામાં આવ્યો.
તેના વિશે વિસ્તૃતમાં વાત કરીએ સુરતી મોઢવણિક સમાજના એક વ્યક્તિનું નામ શીતલ ભાઈ ધનસુખભાઈ ગાંધી તેમને બ્રેઈન ડેડ થતા તેમની કિડની નું દાન કરવામાં આવ્યો. પાલનપુર જકાતનાકા, રાંદેર, સુરત ખાતે રહેતા એવા શીતલ ભાઈ કે જેમને બે ત્રણ દિવસથી માથાનો દુખાવો હતો અને ઊલટીઓ શરૂ હતી. ત્યારે તારીખ 14 એપ્રિલ ગુરુવાર ના રોજ 9:00 તેમને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. ડો.વિજય મહેતાની સારવાર હેઠળ દાખલ કરાયા હતા.
મગજનું MRI brain કરાવતા તે દરમિયાન મગજની નસો ફુલવાને કારણે મગજમાં લોહી વહી જવાથી બ્રેઈનડેડનો કિસ્સો બન્યો અને તેમને ડોક્ટરો દ્વારા તારીખ 16 એપ્રિલના રોજ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા,ત્યારે ન્યુરોસર્જન ડો.જેનીલ નાઇ અને ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ સુધી પહોંચીને તમામ પરિવારજનોને સાથે રાખીને તેમને અંગદાન વિશેનો માર્ગદર્શન આપ્યું. અને તે અંગે થતી સમગ્ર પ્રક્રિયા નું વર્ણન કર્યું.
ત્યારે તેમના પત્ની દ્વારા કેટલીક તેમના વિશે વાતો કરવામાં આવી. સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. શીતલ ભાઈની પત્નિ એ જણાવતાં કહ્યુ કે તેઓ મેડિકલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા. અને ઘરે સિલાઈ કામ કરું છું.અમને ખબર પડી કે મારા પતિનો બ્રેઈન ડેડ થયું છે તેથી તેનું મૃત્યુ નિશ્ચિત છે. એવી પણ સમજણ આપવામાં આવી હતી કે મૃત્યુ પછી તેમનો અંગદાન કરવામાં આવે ત્યારે તેનું શરીર બળીને રાખ થઈ જવાનું છે ને.
તો પછી મારા પતિના અંગોનું દાન થકી કોઈ બીજા જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરીશું તો એમનું નવજીવન મળશે. ત્યારે પરિવારજનોના સંમતિથી શીતલ ભાઈ નો અંગનું દાન કરવામાં આવ્યું અને સમાજમાં એક મોટો દાખલો બેસાડ્યો. શીતલ ભાઈ ને દીકરી વિશે વાત કરીએ તેમની પુત્રી વૈદેહી S.Y BCOM SPB કોલેજમાં અભ્યાસ કરે છે. તેમની એસવાય બીકોમ ની પરીક્ષા હતી ત્યારે તેમણે ભારે હૈયેથી તેમના પિતાનો અગ્નિદાન કર્યો અને પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.
ત્યારે SOTTO દ્વારા અમદાવાદની સિમ્સ હોસ્પિટલને હૃદય, કિડની અને લીવર zydus hospital ને ત્યારબાદ બીજી કિડની અમદાવાદની હોસ્પીટલ માં એવી રીતે NOTTO દ્વારા ફેફસા હૈદ્રાબાદની કિન્સ હોસ્પિટલને આપવામાં આવ્યા. જેના થકી લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું.
અંતે કિડની અને લિવર પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવડાવ્યું હતું.આવી જ રીતે જો લોકોમાં જાગૃતિ આવે અને કોઈ પણ વ્યક્તિનો બ્રેઇન ડેડ થાય અને તે અંગદાન કરીને સમાજમાં એક મોટો દાખલો બેસાડી શકે છે અને તેના થકી સમાજમાં નવી જાગૃતિ આવે છે અને કોઈ પણ જરૂરીયાત મંદ પીડિત દર્દીઓને આપણે નવજીવન આપી શકીએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment