ઘરે જઈ રહેલા ડોક્ટરના પરિવારની કારને ખાનગી બસની ટક્કર લાગતા કાર કેનાલમાં ખાબકી, અકસ્માતમાં 5 લોકોના કરૂણ મૃત્યુ…

Published on: 4:22 pm, Tue, 19 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે સોમવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે 2 દીકરીઓ હજુ પણ ગુમ છે. મળતી માહિતી અનુસાર પંજાબ હતી પરત ફરતી વખતે સીકરના ડોક્ટર અને તેમના પરિવારને રસ્તામાં અકસ્માત નડયો હતો.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ જલંધરના ભાખડા નહેરના એક પુલ પર કારને ઓવરટેક કરતી વખતે ખાનગી બસ એક કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતના પગલે કાર સુધી જઈને કેનાલમાં પડી હતી.

આ અકસ્માતની ઘટનામાં ડોક્ટર તેમની પત્ની અને બાળકો સહિત 5 લોકોનાં કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે હજુ પણ 2 વર્ષની અને 4 વર્ષની બે દીકરીઓ ગુમ છે. હાલમાં કેનાલમાં તેમની શોધખોળ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર ડોક્ટર 13 એપ્રિલના રોજ પોતાના પરિવારજનો સાથે ફરવા માટે ગયા હતા.

સોમવારના રોજ તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની સાથે અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ડોક્ટર સતીશ કુમાર, તેમની પત્ની સરિતા, તેમનો 14 વર્ષીય દીકરો રાજા, ડોક્ટર સતીશ કુમારના 35 વર્ષીય સાળા રાજેશ અને રાજેશની પત્નીનું કરૂણ મૃત્યુ થયું છે.

ત્યારે હજુપણ રાજવી અને ગુડિયા નામની બે દીકરીઓ ગુમ છે, તેમની શોધખોળ ચાલી રહી છે. ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ક્રેનની મદદથી કારને કેનાલ માંથી બહાર કાઢી હતી. મૃત્યુ પામેલા લોકો પાસેથી મળેલા કાગળીયા માંથી તેમની ઓળખ થઈ હતી.

અકસ્માતની માહિતી મળતા જ દિલ્હીમાં રહેતા મૃત્યુ પામેલા ડોક્ટરઆ સતીશ કુમાર ના મોટાભાઈ પંજાબ આવવા માટે રવાના થઇ ગયા. મળતી માહિતી અનુસાર સતીશ કુમારના મોટાભાઈ દિલ્હી પોલીસમાં ASI છે. અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઘરે જઈ રહેલા ડોક્ટરના પરિવારની કારને ખાનગી બસની ટક્કર લાગતા કાર કેનાલમાં ખાબકી, અકસ્માતમાં 5 લોકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*