સમાચાર

સુરતમાં સગા સાળાએ ધારદાર વસ્તુ વડે પોતાના બનેવીનો જીવ લઈ લીધો… જાણો બંને વચ્ચે એવું તો શું બન્યું હશે…

સુરતમાં બનેલી વધુ એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાંદેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં ભીમગીરી એપાર્ટમેન્ટમાં મયુર રાઠોડ નામના વ્યક્તિનો તેના સાળાએ જીવ લઈ લીધો છે. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સાળાએ પોતાના બનેવી ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.

ત્યાર પછી બનેવીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તો ચાલો જાણીએ બંને વચ્ચે એવું તો શું બન્યું હશે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલ મયુર રાઠોડ અને તેની પત્ની કાજલ વચ્ચે છેલ્લા થોડાક દિવસોથી ઝઘડો ચાલતો હતો.

મયુર રાઠોડ કોઈ અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો હતો. આ વાતની જાણ મયુર રાઠોડ ની પત્ની કાજલ અને તેના સાળા વિક્કીને થઈ ગઈ હતી. મયુરે પોતાની પ્રેમિકાને google pay માં 25000 રૂપિયા આપ્યા હતા. આ વાતની જાણ તેની પત્નીને થઈ ગઈ એટલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન વિક્કી બંનેને સમજાવવા માટે વચ્ચે પડ્યો હતો. પછી ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા વિક્કીએ પોતાના બનેવી મયુરનો જીવ લઈ લીધો હતો.

મૃત્યુ પામેલા મયુર પ્રવીણભાઈ રાઠોડની ઉમર 35 વર્ષની હતી. મયુર પાલનપુર પાટિયાના હિમગીર એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તે હજીરા ની એક કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. મયુર અને કાજલે દસ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. મૃત્યુ પામેલા મયુરની પત્નીના જણાવ્યા અનુસાર, મેલડી માતાજીના મંદિરના દરેક લોકો પરિવાર સાથે ગરબા રમતા હતા. કાજલ ગર્ભવતી હતી એટલે તે બેઠી હતી. ત્યારે તેને મયુરના ફોનમાં 25000 રૂપિયાનો google Pay નો સ્ક્રીનશોટ જોયો હતો.

અને આ પૈસા કોઈ છોકરીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેથી કાજલ એ પોતાના પતિ મયુરને આ વાત પર પૂછપરછ કરી હતી. એટલે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યારે ગુસ્સામાં ભરાયેલા મયુરે કાજલને એક લાફો જીકી દીધો હતો અને તેના પેટ પર એક લાત લગાવી હતી. ત્યાર પછી બંનેના ઝઘડામાં સાળો વિક્કી વચ્ચે પડ્યો હતો. પછી વિક્કી પોતાની બહેનને લઈને ઘરે જતો રહ્યો હતો.

ત્યારે બીજા દિવસે વહેલી સવારે ખબર પડી કે મયુર ઉપર પોતે ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો છે. પછી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે વિક્કીએ મયુરનો જીવ લઈ લીધો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આરોપીની ધરપકડ કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *