સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા 30 વર્ષના યુવકે, 19 વર્ષની યુવતીની મોપેડ બાઈકમાં કંઈક એવી વસ્તુ લગાવી કે… સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો…

Published on: 11:46 am, Wed, 15 February 23

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક તરફે પ્રેમમાં પાગલ બનેલા યુવકે એક યુવતીની જાસુસી કરવા માટે કંઈક એવું કર્યું કે ભલભલા લોકો ગોથું ખાઈ ગયા. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે એક યુવતીની મોપેડમાં GPS ટ્રેકર લગાવી દીધી. ત્યાર પછી યુવતી જ્યાં જાય ત્યાં તેનો યુવક પીછો કરતો હતો અને તેને પરેશાન કરતો હતો.

ત્યાર પછી યુવતીએ શંકાના આધારે ગેરેજમાં પોતાનું મોપેડ ખોલાવ્યું ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ યુવતી અને તેના પરિવારજનોએ જાહેરમાં યુવકને ઠપકો આપ્યો હતો. ત્યારે યુવકે યુવતીના પરિવારજનો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. પછી યુવતી અને તેના પરિવારજનો દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં યુવકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. વિશે છેડતીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 19 વર્ષની યુવતી સાથે 30 વર્ષનો યુવક પ્રેમસંબંધ બાંધવા માંગતો હતો. 19 વર્ષની યુવતીના એક તરફી પ્રેમમાં પડેલો 30 વર્ષનો નિકુંજ પટેલ નામનો યુવક અવારનવાર પ્રેમ સંબંધ બાંધવા માટે યુવતીને મજબૂર કરતો હતો અને તેને પરેશાન કરતો હતો. મળતી માહિતી અનુસાર કતારગામમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી નિકુંજ પટેલ સાથે સંપર્ક થયો હતો.

નિકુંજ પટેલ સાથે વાતચીત દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. લગભગ છેલ્લા એક વર્ષથી બંને એકબીજા સાથે અવારનવાર વાતો કરતા હતા. મિત્રતામાં બંને વચ્ચે ઘણી વાર કોલેજ અને અન્ય જગ્યાએ મુલાકાત પણ થઈ હતી. ત્યારબાદ નિકુંજ પટેલ યુવતીને પ્રેમ સંબંધ બાંધવા માટે અવારનવાર હેરાન કરતો હતો.

પરંતુ યુવતી નિકુંજ સાથે પ્રેમ સંબંધ બાંધવા ઇચ્છતી ન હતી અને તેની સાથે સંપર્ક પણ તોડી નાખ્યો હતો. છતાં પણ એક તરફી પ્રેમમાં પાગલ બનેલા નિકુંજે યુવતીનો પીછો છોડ્યો ન હતો. યુવતી ક્યાં ક્યાં જાય છે તેની ખબર રાખવા માટે નિકુંજે તેની મોપેડમાં જીપીએસ ટ્રેકર લગાવી દીધું હતું. ત્યારબાદ જ્યાં જ્યાં યુવતી જાય ત્યાં ત્યાં નિકુંજ જતો અને તેને હેરાન પરેશાન કરતો હતો. ત્યાર પછી તો શંકા ના આધારે યુવતીએ ગેરેજમાં પોતાનું મોપેડ ખોલાવીને સર્વિસ કરાવી હતી.

આ દરમિયાન મોપેડની અંદરથી જીપીએસ ટ્રેકર નીકળ્યું હતું. રેકર નીકળતા જ નિકુંજનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યાર પછી પરિવાર જનોએ નિકુંજને ઠપકો આપ્યો હતો અને બીજી વખત પરેશાન ન કરવાની સૂચના આપીને છોડી દીધો હતો અને કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ કરી ન હતી. પરંતુ 13 ફેબ્રુઆરીના રોજ પાગલ બનેલા યુવકે યુવતીના ઘરે ધમાલ કરી હતી. આટલો જ રહી પરંતુ કોલેજ જઈને યુવતીને પરેશાન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ કતારગામ પોલીસ મથકમાં નિકુંજના વિરોધમાં ફરિયાદ નોંધ આવી હતી

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા 30 વર્ષના યુવકે, 19 વર્ષની યુવતીની મોપેડ બાઈકમાં કંઈક એવી વસ્તુ લગાવી કે… સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*