સુરત શહેરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે સુરતના મહિધરપુરા વિસ્તારમાં બનેલી એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. અહી મોપેડ પર આવેલા ત્રણ લુટેરાઓએ સોનાના વેપારી પાસેથી દોઢ કરોડથી વધુની લૂંટ કરી છે.
બધી માહિતી અનુસાર મોપેડ પર આવેલા લૂંટારાઓએ ધારદાર વસ્તુ બતાવીને સોનાના વેપારી પાસેથી થેલો લઈને ફરાર થઇ ગયા હતા. ત્રણેય લુટેરાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ ઘટના બનતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઇને ફરિયાદ નોંધી છે. મોપેડ પર આવેલા ત્રણ યુવકો તેમના ચહેરા પર માસ્ક બાંધીને આવ્યા હતા. લૂંટારાઓએ હાથમાં ધારદાર વસ્તુ લઈને આવ્યા હતા અને સોનાના વેપારીને ધારદાર વસ્તુ બતાવીને થેલો લૂંટી લીધો હતો.
સુરતમાં મોપેડ પર આવેલા 3 લૂંટારાઓએ ધારદાર વસ્તુ બતાવીને, સોનાના વેપારી પાસેથી દોઢ કરોડથી વધુની લૂંટ કરી – લુટેરાઓ CCTVમાં કેદ… pic.twitter.com/3r0IpWmIAq
— GUJJU ROCKZ (@gujju_rockz) January 7, 2022
ત્યારબાદ વેપારીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ સમગ્ર ઘટના મહિધરપુરાની કંસારા શેરીમાં બની હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે લુટેરાઓ સફેદ કલરની મોપેડ પર આવ્યા હતા.
લૂંટ કર્યા બાદ આરામથી મોપેડને યુ ટર્ન કરીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર કરોડથી વધુ લુંટ કરી હોવાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર વેપારી લગભગ અઢી કરોડના સોનાની ડીલીવરી આપી રોકડા રૂપિયા લઇ ઓફિસે જવા નીકળ્યા હતા ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી. આ ઘટના ગઇકાલે બપોરના સમયે બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment