વડોદરામાં માથાકૂટમાં પુત્રને છોડાવવા વચ્ચે પડેલા પિતાનું મૃત્યુ – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 2:46 pm, Fri, 7 January 22

વડોદરા શહેરમાં ખોડીયાર નગર માં બનેલી એક માથાકૂટ ની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખોડીયારનગર ના વુડાના આવાસમાં પડોશી સાથે થયેલી માથાકૂટમાં પુત્રને છોડાવવા વચ્ચે પડેલા પિતાનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ મોડી સાંજે બની હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી સામે ગુનો નોંધીને પતિ-પત્ની સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર ખોડીયાર નગરના વુડાના આવાસમાં રેતા અરવિંદભાઈ રાઠોડ અને તેમના પરદેશમાં રહેતા દિનેશભાઇ રાઠોડ ના પરિવાર વચ્ચે માથાકુટ થઇ હતી.

બંને વચ્ચે સામાન્ય બોલાચાલીમાં માથાકૂટ એકોએક ઉગ્ર બની ગઈ હતી. આ માથાકૂટ એટલી ઉગ્ર બની ગઈ કે દિનેશભાઈ ભીખાભાઈ રાઠોડ, તેમના પત્ની મીનાબહેન રાઠોડ અને ગેમાભાઇ સુખાભાઈ રાઠોડે 54 વર્ષના અરવિંદભાઈની ધુંલાઈ કરી હતી. આ ઘટનામાં અરવિંદભાઈ રાઠોડનું મૃત્યુ થયું હતું.

ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઇને અરવિંદભાઈ ના પુત્ર અમિતની ફરિયાદના આધારે દિનેશભાઈ રાઠોડ તેમના પત્ની સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલ્યું હતું.

મળતી માહિતી અનુસાર દિનેશભાઈ રાઠોડ અને તેમના પરિવારજનોએ અરવિંદભાઈના પુત્ર અમિત પર પ્રહાર કર્યા હતા. ત્યારે અરવિંદભાઈ તેમના પુત્રને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા અને આ માથાકૂટમાં ધક્કો લાગતા અરવિંદભાઈ બેભાન થઈને નીચે પડી ગયા હતા. ત્યારબાદ અરવિંદભાઈ ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન અરવિંદ ભાઈ નું મૃત્યુ થયું હતું..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં માથાકૂટમાં પુત્રને છોડાવવા વચ્ચે પડેલા પિતાનું મૃત્યુ – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*