રાજકોટ(Rajkot): શહેરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડ(Suicide)ની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટ શહેરના મવડી પ્લોટમાં આવેલા વિનાયક નગરમાં(Vinayak Nagar) રહેતા કારખાનેદારે ગઈકાલે રાત્રિના સમયે પોતાના ધવલનગરમાં આવેલા કારખાનાના ધાબા ઉપર હુકમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મયુરભાઈ પ્રવીણભાઈ પરમાર હતુ અને તેમની ઉંમર 39 વર્ષની હતી. મયુરભાઈ સોસાયટી જેવું મોટું પગલું ભરતા પહેલા પોતાના મામાના દીકરાના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે “મારા છેલ્લા રામ રામ..” આવું કહીને મયુરભાઈએ ફોન કાપી નાખ્યો હતો. ત્યાર પછી મયુરભાઈનું મૃતદેહ કારખાનાના ધાબા ઉપરથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મયુરભાઈના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા મયુરભાઈ નવલનગરમાં બરફનું કારખાનું ધરાવે છે. ગઈકાલે મયુરભાઈના પિતાએ ભાઈના લગ્ન હતા. મયુરભાઈ લગ્નમાં હાજર હતા ત્યારે સાંજના સમયે અચાનક જ કામથી બહાર જાવ છું તેમ કહીને તેઓ લગ્નમાંથી નીકળી ગયા હતા.
ત્યાર પછી તેમને મામાના દીકરા જયરાજભાઇ ને કોલ કરીને જણાવ્યું હતું કે મારા છેલ્લા રામ રામ તેમ કહીને ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ તો પરિવારના લોકો ઘરે ચિંતામાં મુકાયા હતા અને મયુરભાઈની શોધખોળ શરૂ કરી દીધી હતી. પછી પરિવારના લોકો ગોતતા ગોતતા મયુરભાઈ ના કારખાને પહોંચ્યા હતા. ત્યારે ધાબા ઉપરથી મયુરભાઈનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મયુરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. પછી પોલીસે મયુરભાઈના પરિવારજનોની પૂછપરછ કરી હતી. મૃત્યુ પામેલા મયુરભાઈ એકની એક બહેનના એકના એક ભાઈ હતા.
મયુરભાઈ ના મૃત્યુના કારણે એક માસુમ દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમને કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે આર્થિક ભિંસના કારણે મયુરભાઈએ આ પગલું ભર્યું હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment