રાજકોટમાં રોમિયોએ રિક્ષામાં બેઠેલી મહિલા પાસે મોબાઈલ નંબર માગીને મહિલાની છેડતી કરી, ત્યારબાદ લોકોએ રોમિયોની એવી હાલત કરી નાખી કે…જુઓ વિડિયો

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે મહિલાઓની છેડતી કરતા રોમિયો ખૂબ જ વધી ગયા છે. ત્યારે રાજકોટના હુડકો ચોકડી નજીક રિક્ષામાં મહિલા સાથે મુસાફરી કરી રહેલા એક રોમિયોએ નંબર માગીને મહિલાની છેડતી કરી હતી. ત્યારબાદ મહિલાએ બૂમાબૂબ કરી દીધી હતી. જેના કારણે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ તમામ લોકોએ રોમિયોને પકડીને તેને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.

લગભગ ભેગા મળીને લોકોએ 20 જેટલી થપ્પડ રોમિયોને લગાવી હતી. આ સમયે “રોમિયો મારો જીવ લઈ લ્યો” તેવું રટણ કરી રહ્યો હતો. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પોલીસે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધ નથી. પોલીસ તપાસ કરશે કે નહીં તે આવનારા સમયમાં ખબર પડશે.

મળતી માહિતી અનુસાર જ્યારે મહિલા બુમા બુમ કરે છે. ત્યારે આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ રિક્ષામાં બેઠેલા રોમિયોને લોકો બહાર કાઢવાનો ઘણો પ્રયાસ કરે છે. પરંતુ તે બહાર આવતો નથી. છેવટે એક યુવક રોમિયોનો કાઠલો પકડીને તેને રીક્ષામાંથી બહાર કાઢે છે અને તેની ધુલાઈ કરી નાખે છે.

પોતાના બચાવમાં રોમિયો બોલી રહ્યો હતો કે “જવા દો હવે નહીં કરું”. પરંતુ ત્યાં હાજર લોકો એટલા ગુસ્સામાં ભરાયા હતા કે રોમિયોની બરાબરની ધુલાઈ કરી નાખી. ત્યાં હાજર લોકો રોમિયો ને કહી રહ્યા હતા કે, તારું ઘર ક્યાં છે, ચાલ તને તારા ઘરે લઈ જાવ.

આ વાતની જાણ ઘરે થશે તો આબરૂના ધજાગરાત હશે તેવું વિચારીને રોમિયો પોતાના ઘર વિશે કહેતો નથી. પરંતુ લોકો રોમિયોની સારી એવી ધુલાઈ કરી નાખે છે તેથી તે છેવટે કહે છે કે, મારુ ઘર અહીં નજીકમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં આવેલું છે હું ભાડા ના મકાનમાં રહું છું.

ત્યારબાદ રોમિયો અજીજી કરવા લાગે છે કે મને છોડી દો અથવા તો મારો જીવ લઈ લો. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં નત નવી કોમેન્ટો કરી રહ્યા છે. શું પોલીસ રોમીયોના વિરોધમાં કાર્યવાહી કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*