સારી શિક્ષણ વ્યવસ્થા માટે ઝાડૂનું બટન દબાવીને આમ આદમી પાર્ટીને મત આપો : ગોપાલ ઈટાલિયા

Published on: 12:00 pm, Mon, 5 September 22

આમાંથી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા જણાવ્યું કે દેશના માનનીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં સરકારી શાળાઓની મુલાકાત લીધી છે. આદશ્ય જોવા માટે ગુજરાતની જનતાને 27 વર્ષ સુધી રાહ જોવી પડી અને ગુજરાતમાં ભાજપની 27 વર્ષથી સરકાર છે.

પરંતુ આજ દિવસ સુધી એક પણ ધારાસભ્ય કે મંત્રી ક્યારે પણ સરકારી શાળાઓને લઈને ચિંતા કરી નથી અને તેના વિશે કાંઈ લાંબો વિચાર્યું નથી પરંતુ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં અરવિંદ કેજરી વાલે જાડુ એવા ચલાવ્યા છે કે બધા જ ભાજપના નેતાઓ અને ગૃહ મંત્રી પણ શાળાએ જવા લાગ્યા એવો ગંભીર આક્ષેપ તેઓ લગાવ્યો હતો

તેઓએ કહ્યું કે જોઈને ખુશી થાય છે અને સારું લાગે છે કે નેતા શાળામાં જાય તો શાળાની શિક્ષણ વ્યવસ્થા સુધરે પરંતુ અસલ અને નકલમાં ફરક હોય છે. શાળાઓ શિક્ષણ વાલી વિદ્યાર્થી માટે સારું વિચારવા વાળી આમ આદમી પાર્ટી છે. ગુજરાતની જનતા પણ જાણે છે તો સારી શાળાઓ બનાવી હશે તો નકલથી સાવધાન રહેવું પડશે. અરવિંદ કેજરીવાલ ની અસલ પાર્ટી ઉપલબ્ધ છે તો મારે ગુજરાતની જનતાને વિનંતી છે કે નકલતી સાવધાન રહેજો ને આમ આદમી પાર્ટી ને અસલ શિક્ષણની પાર્ટીને જાડુ નું બટન દબાવીને મત આપજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સારી શિક્ષણ વ્યવસ્થા માટે ઝાડૂનું બટન દબાવીને આમ આદમી પાર્ટીને મત આપો : ગોપાલ ઈટાલિયા"

Leave a comment

Your email address will not be published.


*