રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. ત્યારે જેતપુરમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. અહીં ગુરુવારના રોજ રબારીકા રોડ પર એક રબારી યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ ચારેબાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ દેવાભાઈ સીદાભાઈ રાઠોડ હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી. તેઓ છકડો રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગુરૂવારના રોજ રબારી કા રોડ પર આવેલી એક વેલ્ડીંગની દુકાન ઉપર તે પોતાના છકડાનું રીપેરીંગ કામ કરાવી રહ્યા હતા.
ત્યારે તેનો મિત્ર ત્યાં પોતાના બાળકો સાથે બાઈક લઈને આવ્યો હતો. તે ધારદાર વસ્તુ વડે દેવાભાઈ પર પ્રહાર કરીને ઘટના સ્થળેથી પોતાના બાળકો સાથે ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઈને આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. દેવાભાઈનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેમના જ મિત્ર અમીન શેખે લીધો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અમીન રસ્તાની વચ્ચોવચ પોતાના મિત્ર દેવાભાઈ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેમનો જીવ લઈ લે છે.
અને ત્યારબાદ અમિત પોતાના બાળકો સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમીન અને દેવાભાઈ મિત્ર હતા તેથી દેવાભાઈ અવારનવાર તેના ઘરે બેસવા માટે જતા હતા. અમીનને શંકાઓ હતી કે દેવાભાઈનું તેની પત્ની સાથે અફેર ચાલી રહ્યું છે અથવા તો આડા સંબંધ છે.
રાજકોટમાં એક યુવકે પોતાના બાળકોની નજર સામે પોતાના મિત્રનો જીવ લઈ લીધો – જુઓ ઘટનાનો લાઈવ વીડિયો… pic.twitter.com/gY6AsQDA3U
— GUJJU ROCKZ (@gujju_rockz) December 9, 2022
શંકાના આધારે અમીને દેવાભાઈનું જીવ લઇ લીધો છે હાલમાં તેઓ કહેવામાં આવી રહ્યું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ દેવાભાઈનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેનું ચોક્કસ કારણ જાણવા મળશે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment