રસ્તા ઉપર જતી વૃદ્ધ મહિલાની 12 વર્ષના બાળકે છેડતી કરી, વૃદ્ધ મહિલાને બથ ભરીને બાળકે કંઈક એવું કર્યું કે…જુઓ ચોકાવનારો વિડિયો…

Published on: 3:46 pm, Fri, 9 December 22

હાલમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. મિત્રો દિવસેને દિવસે સમગ્ર દેશભરમાં મહિલાઓની છેડતીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે થોડા દિવસો પહેલા એક વૃદ્ધ મહિલા સાથે છેડતીની ઘટના બની હતી. મિત્રો આ વૃદ્ધ મહિલાની છેડતી કરનાર માત્ર 12 વર્ષનો બાળક છે.

જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમે પણ વિચારી શકો છો કે માત્ર 12 વર્ષનો બાળક કેટલો હવસખોર હશે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે એક બાર વર્ષનો બાળક રસ્તા પર જતી વૃદ્ધ મહિલાની છેડતી અને અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે.

આ ઘટના મહારાષ્ટ્રના ઉલ્હાસ નગરમાંથી સામે આવી છે. આ ઘટનાનો વિડીયો સામે આવતા જ લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વૃદ્ધ મહિલા શાંતિથી ચાલીને જાય છે. ત્યારે પાછળથી 12 વર્ષનો બાળક આવીને મહિલાને બથ ભરી લે છે અને વૃદ્ધ મહિલા સાથે ન કરવાની હરકતો કરવા લાગે છે.

વૃદ્ધ મહિલા બાળકના ચંગુલમાંથી છૂટવાના ઘણા પ્રયાસો કરે છે. પરંતુ બાળક વૃદ્ધ મહિલાને છોડતો નથી. થોડીક વાર બાદ 12 વર્ષનો બાળક વૃદ્ધ મહિલાને છોડી દે છે. આ મહિલા કોણ હતી અને બાળક કોણ હતો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી વૃદ્ધ મહિલા તરફથી પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ નોંધાવવામાં આવી નથી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બાળકની ધરપકડ કરી લીધી હતી. પરંતુ વૃદ્ધ મહિલા તરફથી કોઈ પણ પ્રકારની ફરિયાદ ન મળતા પોલીસે બાળકને સમજાવીને છોડી દીધો હતો.

હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો આ વિડીયો જોઈને ખૂબ જ ગુસ્સામાં ભરાયા છે. આ ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા ઉપર જતી વૃદ્ધ મહિલાની 12 વર્ષના બાળકે છેડતી કરી, વૃદ્ધ મહિલાને બથ ભરીને બાળકે કંઈક એવું કર્યું કે…જુઓ ચોકાવનારો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*