રાજકોટમાં રખડતો આખલો સ્કુટી સવાર યુવતી પર તૂટી પડ્યો, યુવતીની એવી હાલત કરી નાખી કે… વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે…

રાજકોટ(Rajkot): શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે ગઈકાલે રાજકોટ શહેરના ગાંધીધામ(Gandhidham) વિસ્તારમાં રખડતા આખલાના આંતકની(Fear of the Bull) એક ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક રખડતા આખલાએ સ્કુટી સવાર યુવતીને અડફેટેમાં લીધી હતી.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રખડતા આખલાનો ભોગ બનેલી યુવતીનું નામ જીજ્ઞાબેન નારણભાઈ મકવાણા છે અને તેની ઉંમર 24 વર્ષની છે. સમગ્ર ઘટના બની આબાદ યુવતીએ ઢોરના નવા કાયદા મુજબ ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, ગઈકાલે હું મારા ફોઈ લાગુ બેન, જે ગોવિંદનગર વિસ્તારમાં રહે છે તેમના ઘરેથી મારા ઘરે જવા માટે એક્સેસ લઈને જતી હતી. ત્યારે લગભગ સાડા છ વાગ્યાની આસપાસ હું લાખના બંગલાવાળા રોડ ઉપર વેલનાથ ચોક પાસે પહોંચી હતી. ત્યારે અચાનક જ સામેના રોડ પરથી એક કાળા રંગનો આખલો દોડીને મારી તરફ આવ્યો હતો.

આખલાની ટક્કર વાગતાં જ હું વાહન સાથે રોડ ઉપર પડી ગઈ હતી. યુવતીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં તેને જમણા હાથના કાંડાના ઉપરના ભાગે તથા ડાબા હાથની હથેળીમાં અને ડાબા પગના ઘૂંટણ ઉપર ઇજા પહોંચે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ યુવતીએ ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ઘટના પાછળ જવાબદાર વ્યક્તિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*