રાજકોટમાં ગઈકાલે અમૃતલાલ ભગવાનજી તેરૈયાનું મૃત્યુ થયું હતું. તેમની ઉંમર 75 વર્ષની હતી. મૃત્યુ પામેલા અમૃતલાલ ભાઈ સંતાનમાં 7 દીકરીઓ છે. તેમના મૃત્યુ બાદ દીકરો હોવાથી દીકરીઓએ પોતાના પોતાના પિતાની અર્થીને કંધો આપીને દીકરાની ફરજ નિભાવી હતી.
આ ઉપરાંત દીકરીઓએ જ સમશાન યાત્રા પર જઈને પોતાના પિતાની અંતિમવિધિ કરી હતી. આ દ્રશ્ય જોતા જ ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા અમૃતલાલ ની પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ સાથે દિકરીઓ મળીને પોતાના પિતાનું ધ્યાન રાખતી હતી. સાતેય દિકરીઓએ ક્યારેય પણ પોતાના પિતાને દીકરાની ખોટ પડવા દીધી ન હતી.
દીકરીઓ પોતાના પિતાની ખૂબ જ સંભાળ રાખતી હતી. સાત દીકરીઓમાં રેખાબેન, અર્ચનાબેન, ભાવનાબેન, ક્રિષ્નાબેન, રીટાબેન, હેતલબેન અને સેજલબેનનો સમાવેશ થાય છે. અમૃતલાલના અવસાનની ખબર પડતાં જ નથી કર્યું રડી પડી હતી.
આ ઉપરાંત ગઈકાલે સાત દિકરીઓએ મળીને પિતાની અર્થીને કંધો આપ્યો હતો. અને સ્મશાને જઈને તમામ અંતિમવિધિ પણ દીકરીઓએ જ પૂરી કરી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment