એક બેકાબૂ ટ્રક ચાલકે બાઈકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવતા સર્જાયો અકસ્માત, બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ…

Published on: 11:04 am, Sun, 23 January 22

વલસાડ જિલ્લાના પારડીથી નાનાપોંઢા જતા રોડ પર એક અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર એક બાઈક ચાલકને પાછળથી પુરપાટ ઝડપથી આવતા ટ્રકે જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાટી ગામના હનુમાન ફળિયા ખાતે રહેતા 45 વર્ષીય જવાહર નાગજીભાઈ પટેલનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે.

જવાહરભાઈ નાગજીભાઈ પટેલ પોતાની GJ 15 LL 2175 નંબરની બાઈક લઈને નેવરી ગામે પોતાના કોઈ કામે જઈ રહ્યા હતા. ત્યારે પારડી થી નાનાપોંઢા તરફ જતા રોડ ઉપર તેમની બાઈકને પાછળથી GJ 03 W 7694 નંબરના ટ્રકે જબરદસ્ત ટક્કર લગાવતા જ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બન્યા બાદ ટ્રકચાલક ઘટનાસ્થળે જ ઉભો રહી ગયો હતો. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ અને 108ની ટીમે કરી દીધી હતી. ઉપરાંત આ ઘટનાની જાણ જવાહરભાઈના પરિવારને પણ કરી દેવામાં આવી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત જવાહરભાઈનું પરિવાર અને સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં જવાહરભાઈનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

પોલીસે જવાહરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઇને ટ્રકચાલક મનીષ રાઘવભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ટ્રકને કબજે લઇ ટ્રક ચાલકની ધરપકડ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક બેકાબૂ ટ્રક ચાલકે બાઈકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવતા સર્જાયો અકસ્માત, બાઈક ચાલકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*