નવસારીના તડવી ગામમાં શિક્ષણ અધિકારીને ખુશ કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ પાસે બાથરૂમ તેમજ કચરા-પોતા કરાવીને મજૂરી કામ કરાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર શાળા દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાસે ક્લાસરૂમ, બાથરૂમ તેમજ શાળાનું મેદાન સાફ કરાવી મજૂરી કરાવી રહ્યા હતા.
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર તવડી ગામમાં શાળામાં મુલાકાતે આવેલા શિક્ષક અધિકારી ને ખુશ કરવા માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસે ક્લાસ રૂમ તેમજ બાથરૂમ સાફ કરાવીને મજૂરી કરાવવામાં આવી હતી.
આ ઘટનાનો વીડિયો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના તવડી ગામની વલ્લભ વિદ્યાકુંજ કૃષિ પ્રાથમિક શાળાની છે.
નવસારીમાં શિક્ષણ અધિકારીને ખુશ કરવા માટે, શાળાના વિદ્યાર્થીઓ પાસે સંડાશ સાફ કરાવવામાં આવ્યું – વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ… pic.twitter.com/Vs1mNhfF4p
— GUJJU ROCKZ (@gujju_rockz) November 22, 2021
આજરોજ અહીં 1 થી 5 ધોરણની શાળા શરૂ થઈ હતી. શાળા શરૂ થતાં જ વિવાદો સામે આવ્યા છે શાળામાં વિદ્યાર્થીઓ બાથરૂમ સાફ કરી રહ્યા હોય તેવા વીડિયો સામે આવ્યા છે.
મીડિયાની ટીમે આ બાબતને ધ્યાનમાં લીધી ત્યારે તરત જ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે આ કામ બંધ કરાવી દેવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આજરોજ સ્નેહ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી શાળાની મુલાકાતે આવવાના હતા.
મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું કે શિક્ષણ અધિકારીને ખુશ કરવા માટે આ પ્રકારનું કાર્ય વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ખુલાસો માંગતા આ સફાઈ વિદ્યાર્થી જાતે જ પોતાની મરજીથી કરી હોવાનું કહી શાળાનો બચાવ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment