ઈતિહાસમાં પ્રથમ વખત APMC ની ચૂંટણીમાં થશે કંઈક આવું,ભાજપ અને AAP…

Published on: 9:56 am, Tue, 23 November 21

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીએ પગ પેસારો કર્યો છે.સુરતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સુપડા સાફ કરીને સુરત મહાનગર પાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો.

ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપની બહુમતીથી જીત થઇ હતી.હવે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા વિસનગર માં યોજાયેલી એપીએમસી માર્કેટ ની ચૂંટણીને લઈને કોંગ્રેસે પીછેહઠ કરી છે.

વિસનગર એપીએમસીની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ જામ્યો છે.વિસનગરની એપીએમસીની ચૂંટણીમાં મતદાન શરૂ થયું છે. વિસનગર એપીએમસી માર્કેટના ચેરમેન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હતા.

એપીએમસી માર્કેટ ની ચૂંટણીમાં વેપારી વિભાગની ચાર અને ખરીદ વેચાણની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે. એપીએમસી માર્કેટ ની ખેડૂત વિભાગની 16 બેઠક છે. આ બેઠકમાંથી 10 બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટીના કુલ 21 જેટલા ઉમેદવાર મેદાનમાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઈતિહાસમાં પ્રથમ વખત APMC ની ચૂંટણીમાં થશે કંઈક આવું,ભાજપ અને AAP…"

Leave a comment

Your email address will not be published.


*