હાલમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ભરવાડ વાસમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલે પોતાની પત્ની સાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલ નું નામ ભરતભાઇ ભરવાડ અને તેમની પત્નીનું નામ મીનાબેન ભરવાડ હતું. મળતી માહિતી અનુસાર નસવાડીમાં રહેતા ભરતભાઇ ભરવાડ છોટા ઉદયપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ઈન્દ્રાલ બીટમાંમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.
ભરતભાઇ ભરવાડ પોતાની પત્ની મીનાબેન ભરવાડ સાથે ઘરે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના બન્યા બાદ મીનાબેને નસવાડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ભરતભાઈને બોડેલી સંગમ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, ઘર કંકાસના કારણે પતિ-પત્નીએ આ પગલું ભર્યું હશે. ભરતભાઇ ભરવાડ અને તેમની પત્નીના મૃત્યુની જાણ થતા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ બેડામાં માતમ છવાઇ ગયો હતો.
ભરતભાઈ અને મીનાબેનના મૃત્યુના કારણે 6 દીકરીઓ અને 1 દીકરો માતા-પિતા વગરના થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર નસવાડી પોલીસ ભરતભાઈ અને તેમની પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. અને આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. ભરતભાઈ અને તેમના પત્નીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
આ ઉપરાંત સમગ્ર ભરવાડ સમાજમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. નોંધારા થયેલા 7 બાળકોને જોઈને પરિવારના લોકો અને આસપાસ રહેતા લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. ભરતભાઈ અને તેમની પત્નીએ કયા કારણોસર આ પગલું ભર્યું છે એનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment