ભાવનગરમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા TRBના જવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 3:43 pm, Thu, 2 June 22

ગુજરાત રાજ્યમાં જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. તમે ઘણી વખત એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં નાની નાની બાબત પર કેટલાક લોકો પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં ભાવનગર શહેરમાં TRBના જવાને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરની ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતાં એક જવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. આ પગલું ભરનાર જવાનનું નામ ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ મોરી હતું. ધર્મેન્દ્રસિંહ આજરોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ધર્મેન્દ્રસિંહ ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારના શિવાજી સર્કલપાસે રામાપીરના મંદિરના ખાંચામાં રહેતા હતા અને તેઓ ભાવનગર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા હતા.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ધર્મેન્દ્રસિંહ મૃત્યુના કારણે પરિવાર અને ટ્રાફિક શાખામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઇને ગોગા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ધર્મેન્દ્રસિંહ મૃત્યુના કારણે પત્નીએ પતિની અને એક દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ધર્મેન્દ્રસિંહ કયા કારણોસર આ પગલું ભર્યું એની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાને લઇને ગોગા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!