કામ પૂરું કરીને ઘરે જઈ રહેલા વકીલની બાઈક ટ્રકમાં ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત – વકીલનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 4:21 pm, Thu, 2 June 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. અત્યાર સુધી તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળે છે જેમાં અકસ્માતના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં બાઇક એક ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર વકીલને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વકીલનું નામ જીતેન્દ્ર શર્મા હતું અને તેમની ઉંમર 40 વર્ષની હતી.

મળતી માહિતી અનુસાર જીતેન્દ્ર શર્મા બાઇક કોઈ કામ અર્થે ગોતાણા ગયા હતા. જીતેન્દ્ર શર્મા મોડી રાત્રે બાઇક લઇને પોતાના શહેર મેર્ટા પરત ફરી રહ્યા હતા. ત્યારે લાંબા બોર્ડર પર તેમની બાઇક એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં જીતેન્દ્ર શર્મા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ કારણોસર જીતેન્દ્ર શર્માનું કરુણ મૃત્યુ નીપજયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. જીતેન્દ્ર શર્માનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મૃત્યુ પામેલા જીતેન્દ્ર શર્મા મેર્ટા કોર્ટ પરિસરમાં જ વકીલ તરીકે કામ કરતા હતા. તેમનું મૃત્યુ થતા કોર્ટના એડવોકેટ્સે પણ તેમના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!