મહેસાણામાં પત્નીએ પોતાના ભાઈ સાથે મળીને પતિનો જીવ લઇ લીધો, મૃત્યુ પામેલો વ્યક્તિ માથાભારે ગોપાલ રાઠોડ હતો…

હજુ પણ ગુજરાતમાં જીવ લેવાની ઘટનાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ત્યારે એવો જ એક બનાવ મહેસાણામાંથી ગતરાત્રે સામે આવ્યો છે કે જ્યાં એક સમયના માથાભારે ગણાતા વ્યક્તિનો તેની પત્ની અને શાળાએ મળીને જીવ લઈ લીધો છે.  ત્યારે પોલીસે બંને આરોપીને ઝડપી પાડી આગળની તપાસ શરૂ કરી છે.

વિસ્તૃતમાં વાત કરીએ તો મહેસાણામાં ગોપીનાળા પાસે આવેલી માહિતી કચેરીને અડીને જ એક ગલીમાં રહેતો એક ગોપાલ રાઠોડ કે જે 15થી વધુ ગુનામાં સંડોવાયેલો છે. જેણે ગતરાત્રે પોતાના ઘરે હતો તે દરમિયાન તેની પત્ની કેશર સાથે તેને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો રાખવા મામલે માથાકૂટ થઈ ગઈ હતી.

એવામાં ગોપાલ રાઠોડનો સાળો સુરેશ ઠાકોર 5000 રૂપિયા ઉછીના લેવા આવ્યો અને તેના કારણે માથાકૂટ વધારે ઉગ્ર બની ગઈ. ત્યારે વાત કરીએ તો પતિ-પત્ની અને સાળા વચ્ચે માથાકૂટ થતાં ગોપાલે પોતાના સાળા સુરેશ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવાના પ્રયત્નો કર્યા.

જેમાં તેની પત્ની તેના ભાઇને બચાવવા વચ્ચે આવતા તેને પણ ધારદાર વસ્તુ વાગી હતી. ત્યારે ઉશ્કેરાયેલું સુરેશ ઘરની બહાર પડે લોખંડનો પાઈપ લઈને અંદર આવ્યો, ત્યારબાદ ભાઈ અને બહેનને મળીને ગોપાલ પર પ્રહાર કર્યા હતા. જેના કારણે ગોપાલ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ ભાઈ અને બહેન મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં હાજર થઇ ગયા હતા.

આ બંને ભાઈ બહેન ને મળીને ગોપાલ રાઠોડનો જીવ લીધા બાદ તેઓ પરિવારજનો આજે મહેસાણા ટ્રોમા સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા. તેમાં વાત કરીએ તો ગોપાલની બહેનોએ કહ્યું હતું કે, આ બનાવ પહેલા ગોપાલના શરીર 11 તોલાની સોનાની ચેન, ત્રણ તોલાનું પેન્ડલ અને 2 વિટીઓ હતી. આ બધું જ બનાવ બાદ જોવા મળ્યું ન હતું

ત્યારે સમગ્ર બનાવ અંગે નો આક્ષેપ મૃતકની બહેનોએ કર્યો હતો અને પોલીસ પણ હાલ આ બનાવ અંગે તપાસ કરી રહી છે. જ્યારે જોવું રહ્યું કે ભાઈ બહેનને મળીને કરેલી એ ગોપાલ રાઠોડનો જીવ લેવા પાછળ શું સજા થશે. પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*