વલસાડમાં પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં ઘૂસીને તેનો જીવ લઈ લીધું, ત્યારબાદ પ્રેમીએ પણ પોતાનો જીવ ટૂંકાવ્યો – સાથે લગ્ન કરવાની વાત કરતો હતો તો કેમ જીવ લીધો?

Published on: 6:19 pm, Tue, 24 May 22

ગુજરાતમાં હજુ પણ જીવ લેવાની ઘટનાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ત્યારે એવો જ એક કિસ્સો વલસાડમાંથી સામે આવ્યો છે કે જ્યાં પ્રેમિકાના ઘરમાં ઘૂસીને પ્રેમિકાનો જીવ લીધા બાદ પ્રેમીએ પોતાનું જીવ ટૂંકાવી લીધો છે. ત્યારે આ આંધળા પ્રેમ એ સાથે જીવવા મરવાના કોલ આપ્યા છતાં જીવ કેમ લીધો? એવા સવાલો થયા છે. અને આંધળા પ્રેમમાં એક પરિવારે પોતાની દીકરી ગુમાવી.

આ યુવતી પાયલ સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતી હતી. તે દરમિયાન તેની મિત્રતા બાજુમાં આવેલા ગામમાં સ્મિત ઉર્ફે ગુડ્ડુ પટેલ નામના યુવક સાથે થઈ હતી અને વાતવાતમાં તેઓ બંને પ્રેમ સંબંધમાં બંધાયા હતા. ત્યારે પરિવારની વ્હાલી દીકરીનો તેના જ પ્રેમીએ જીવ લઈ લીધો છે. જેની અસર દીકરીના પરિવારમાં પડી જાણે દુઃખનો પહાડ જ તૂટી ગયો હોય.

મૃત્યુ પાયલના માતા-પિતા અને અન્ય પરિવારજનોના આંસુ સુકાતા નથી. પોતાની દીકરીને યાદ કરીને ચોધાર આંસુએ રડી રહ્યા છે. વાત કરવામાં આવે તો રાજેશ પટેલ અને તેમના પત્ની રંજનબેન પટેલની પુત્રીનું નામ પાયલ પટેલ ધોરણ 12માં નાપાસ થઈ હતી. ત્યારબાદ તે ઘરે જ રહેતી હતી અને વાત કરીએ તો પાયલ સોશ્યલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતી હતી.

તેમાં પાયલ ની મિત્રતા બાજુના ગામમાં રહેતો એક યુવક સ્મિત પટેલ કે જેની સાથે થઈ હતી અને ધીમે-ધીમે તેઓ પ્રેમ સંબંધમાં બંધાયા હતા. એટલું જ નહીં પ્રેમી સ્મિત પાયલ ને લગ્ન કરવાના પણ કોલ કર્યા હતા. આ બનાવને દિવસે પાયલના પરિવારજનોએ કોઈ પ્રસંગ પરથી ઘરની બહાર ગયા હતા ત્યારે પાયલ ઘરે એકલી હતી.

એ દરમિયાન પાયલ અને સ્મિત વચ્ચે કોઈ વાતચીતને લઈને વિવાદ થતો હતો. તેમાં કોઈ કારણસર તે પોતાની પ્રેમિકા પાયલનો જીવ લઈ લીધો હતો અને ઘરના પાછળના દરવાજેથી ક્યાંક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવને લઇને હાલ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે પાયલના પરિવારજનોને આ વાતની જાણ થઈ તે તરત જ તેઓ ઘરે પહોંચ્યા ત્યારે જોયું તો પુત્રી ઘરના બેડરૂમમાં પલંગ પર નિસ્તેજ હાલતમાં પડી હતી.

જે જોઈને પરિવારજનોમાં આભ તૂટી પડ્યું અને પુત્રીની આવી હાલત જોઈને તેમને તરત જ 108 ની ટીમને બોલાવી તો પાયલને મૃત જાહેર કરવામાં આવી હતી. શંકાના આધારે પોલીસે સ્મિત પટેલના ઘરે તપાસ કરી હતી. ત્યારે સ્મિત પટેલ ઘરેથી મળી આવ્યો ન હતો. ગામમાં તપાસ કરવામાં આવી ત્યારે સ્મિત પટેલની બાઈક અને મોબાઈલ તળાવના કિનારે મળી આવ્યા હતા.

ત્યારબાદ પોલીસે તરવૈયાઓની મદદથી તળાવમાં સ્મિત પટેલ ના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. આજરોજ સવારે શોધખોળ દરમિયાન સ્મિત પટેલનું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક સ્મિત પટેલ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વલસાડમાં પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં ઘૂસીને તેનો જીવ લઈ લીધું, ત્યારબાદ પ્રેમીએ પણ પોતાનો જીવ ટૂંકાવ્યો – સાથે લગ્ન કરવાની વાત કરતો હતો તો કેમ જીવ લીધો?"

Leave a comment

Your email address will not be published.


*