મહેસાણામાં 2 બાળકોની માતાને એક કારચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, માતાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં એક જણાની બેદરકારીના કારણે એક હસતો ખેલતો પરિવાર વિખેરાઈ ગઈ હોય છે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર વડસ ગામની એક મહિલા નોકરી જય રહી હતી. આ દરમિયાન એક બેકાબૂ કાર ચાલકે મહિલા અને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

મહિલાના મૃત્યુના કારણે બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. મૃત્યુ પામેલી મહિલાના પતિનું મૃત્યુ સાત વર્ષ પહેલા થયું હતું.  મૃત્યુ પામેલી મહિલાનું નામ શુશીલા હતું. 25 જૂનના રોજ શુશીલાબેન રાજપુર હાઈવે એપોલો કંપની સામે નોકરી માં જઈ રહી હતી.

આ દરમિયાન જ્યારે શુશીલાબેન રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે એક GJ 05 KS 0861 નંબરના કારચાલકે શુશીલાબેનને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.  શુશીલાબેનની ઉંમર 35 વર્ષની હતી. 7 વર્ષ પહેલા બીમારીના કારણો શુશીલાબેનના પતિનું મૃત્યુ થયું હતું. જેના કારણે બંને બાળકોની જવાબદારી શુશીલા પર આવી ગઈ હતી.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શુશીલાબેન એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે કાળ બનીને આવેલી કારે રોડ ક્રોસ કરતી વખતે શુશીલાબેનને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. હવે બંને બાળકોએ માતા અને પિતાની બંનેની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*